પુષ્પા ઝુકેગા નહી- પુષ્પાની સિકવલ માટે અલ્લુ અર્જુને ફી કરી નાખી બમણી, માંગ્યા આટલા કરોડ ?
અલ્લૂ અર્જુન હાલમાં વેકેશન એન્જોય કરી રહયો છે
પુષ્પા પાર્ટ -2 નું શુટિંગ ઓગસ્ટ મહિનાથી શરુ થવાનું છે
મુંબઇ,12 જુલાઇ,2022,મંગળવાર
સાઉથના સુપર સ્ટાર અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાનાને ચમકાવતી ફિલ્મ પુષ્પા બોલીવુડમાં ખૂબજ હિટ સાબીત થઇ હતી. પુષ્પા ઝુકેગા નહી સાલા ડાયલોગે તો ધૂમ મચાવી દીધી હતી. પુષ્પાની સફળતાના પગલે આ ફિલ્મની સીકવલની પ્રેક્ષકો રાહ જોઇ રહયા છે. પુષ્પા -2 ને લઇને ફિલ્મ રસિયાઓમાં અત્યારથી એકસાઇટમેન્ટ જોવા મળી રહયું છે. ફિલ્મનું શુટિંગ શરુ થવાનું છે અને નિર્માણ બજેટમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે.
એવું માનવામાં આવે છે કે પહેલા પાર્ટ કરતા બીજા પાર્ટનું ફિલ્મ બજેટ ડબલ જેટલું છે. આથી ફિલ્મમાં મુખ્ય કિરદાર નિભાવનારા અભિનેતા અલ્લૂ અર્જુને પણ પોતાની ફીમાં વધારો કર્યો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર ફિલ્મનું બજેટ 350 કરોડ રુપિયા છે જેમાંથી અલ્લૂ અર્જુને ફિસ પેટે 90 કરોડ રુપિયાની માંગણી કરી છે. આના પગલે ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા બીજા આર્ટિસ્ટોએ પણ ભાવ વધારો માંગ્યો છે.
એક માહિતી અનુસાર પુષ્પા પાર્ટ -1ના ડાયરેકટર સુકુમારની ફી 18 કરોડ રુપિયા હતી જે હવે પાર્ટ-2 માટે 40 કરોડ રુપિયા ઇચ્છે છે. પુષ્પા પાર્ટ -2 નું શુટિંગ આગામી ઓગસ્ટ મહિનાથી શરુ થાય તેવી શકયતા છે. હાલમાં મેકર્સ ફિલ્મના સેટ તૈયાર કરવા પર વિશેષ ફોકસ કરી રહયા છે. અલ્લૂ અર્જુન ફિલ્મનું શુટિંગ શરુ થાય તે પહેલા પરીવાર સાથે વેકેશન એન્જોય કરી રહયો છે.