Pushpa 2 માટે એકપણ રૂપિયા ફી નથી લઈ રહ્યા અલ્લૂ અર્જુન, છતા પણ કમાશે કરોડો રૂપિયા

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
Pushpa 2 માટે એકપણ રૂપિયા ફી નથી લઈ રહ્યા અલ્લૂ અર્જુન, છતા પણ કમાશે કરોડો રૂપિયા 1 - image

સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની પુષ્પા-2ને લઈને ફિલ્મને લઈને ફેન્સમાં ખુબ ઉત્સુક્તા છે. તેવામાં 'પુષ્પા-2: ધ રૂલ'ને લઈને લગભગ દરરોજ અલગ અલગ પ્રકારના સમાચાર સામે આવતા રહે છે. હાલમાં જ એક સમાચાર આવ્યા છે કે, પુષ્પાની સીક્વલ માટે અલ્લૂ અર્જુન કોઈ ફી નથી લઈ રહ્યા. રિપોર્ટ્સના અનુસાર, પુષ્પા 2 માટે અલ્લૂ અર્જુને એક પણ રૂપિયો ફી લેવાની ના પાડી દીધી છે. સાથે જ એવો દાવો કરી રહ્યા છે કે, પુષ્પા 2 માટે અલ્લૂ અર્જુને મેકર્સની સામે ફાઈનલ રેવેન્યૂમાં મોટો મોટો ભાગ માંગ્યો છે.

ફી નહીં ટોટલ રેવેન્યૂથી ભાગ લેશે અલ્લૂ અર્જુન

રિપોર્ટ્સ અનુસાર, પુષ્પા 2 માટે અલ્લૂ અર્જુન કોઈપણ ફી નથી લઈ રહ્યા. કહેવામાં આવી રહ્યુ છે કે, તેઓ પુષ્પાની મચ અવેટેડ સીક્વલ માટે ફાઈનલ રેવેન્યૂથી 33 ટકા ભાગ લેશે. સમાચારનું માનીએ તો પુષ્પા 2ની જેટલી પણ કમાણી થશે ભલે તેઓ ઓટીીટી રાઈટ્સ હોય, સેટેલાઈટ રાઈટ્સ કે થિયેટરથી. તે તમામને મિલાવીને જે પણ અમાઉન્ટ બનશે તેના 33 ટકા અલ્લૂ અર્જુન લેશે. જોકે, આ માત્ર વાયરલ રિપોર્ટ્સ છે, જેના પર ફિલ્મ મેકર્સ કે એક્ટરે કોઈપણ રીતનું કન્ફર્મેશન નથી આપ્યું.

પુષ્પા 2ની ફિલ્મી ફેન્સને રાહ

પુષ્પા 2ની વાત કરીએ તો ફિલ્મમાં અલ્લૂ અર્જુન સિવાય ફહાદ ફાસિલ, રશ્મિકા મંદાના, સુનિલ, પ્રકાશ રાજ, જગપતિ બાબૂ સહિત કેટલાક સ્ટાર્સ લીડ રોલમાં નજરે આવશે. ફિલ્મ મૈત્રી મૂવી મેકર્સ બેનર હેઠળ બની રહી છે. ત્યારે રિપોર્ટ્સના અનુસાર, પુષ્પા 2 સિનેમાઘરોમાં વર્ષ 2024ના મિડમાં એન્ટ્રી કરી શકે છે. જણાવી દઈએ કે, પુષ્પાનો પહેલો પાર્ટ એટલે પુષ્પાઃ ધ રાઈઝ સિનેમાઘરોમાં વર્ષ 2021માં રિલીઝ થઈ હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર તાબડતોબ કમાણી કરી હતી.


Google NewsGoogle News