અલ્લુ અર્જુન સંજય લીલા ભણશાલી સાથે કામ કરે તેવી અટકળ
- અભિનેતા નિર્માતા-દિગ્દર્શકની ઓફિસ બહાર જોવા મળ્યો
મુંબઇ : અલ્લુ અર્જુન હાલમાં સંજય લીલા ભણશાલીની મુંબઇ ઓફિસની બહાર જોવા મળ્યો હતો. પરિણાને અભિનેતા ભણશાલીની આગામી ફિલ્મમાં કામ કરવાનો છે તેવી અટકળ શરૂ થવા લાગી છે. જોકે અભિનેતા કે સંજય લીલા ભણશાલીએ સત્તાવાર જણાવ્યું નથી. લોકો માની રહ્યા છે કે, સંજય લીલા ભણશાલીની રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લવ એન્ડ વોરમાં અલ્લુ અર્જુન પણ જોવા મળશે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ પણ કામ કરી રહ્યો છે.
અલ્લુ અર્જુનની સાઉથની ફિલ્મોનો રેકોર્ડ જોતાં જ બોલીવૂડના માંધાતાઓ પણ તેને સાઇન કરવા ઉત્સાહિત છે. અભિનેતાએ પોતાની અભિનય ક્ષમતા રૂપેરીપડદે દેખાડી દીધી છે.તેમજ તે સાઉથન દર્શકોનો માનીતો અભિનેતા છે.
અલ્લુ અર્જુનની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. ખાસકરીને પુષ્પા અને પુષ્પા ટુએ તો બોક્સ ઓફિસને છલકાવી દીધી છે. પુષ્પા ટુની કમાણી ૧૭૨૦ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઇ છે.