VIDEO: અલ્લુ અર્જુન જેલમાંથી ઘરે પહોંચતા સર્જાયા ભાવુક દ્રશ્યો, ગળે લગાવી રડી પડી પત્ની
Allu Arjun Returned Home: તેલુગૂ અભિનેતા અલ્લુ અર્જુન જેલમાં એક રાત વિતાવ્યા બાદ શનિવારે સવારે તેના હૈદરાબાદના ઘરે તેના પરિવારને મળ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ તે સીધો તેના પિતાની ઓફિસ ગીતા આર્ટ્સ ગયો હતો. અભિનેતા ઘરે પહોંચતાની સાથે જ તેની પત્ની તેને ગળે લગાવી રડી પડી હતી. બાળકો પણ દોડી આવ્યા હતા. તેની પત્ની અને પુત્રીને ફરી મળ્યાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.
અલ્લુ અર્જુન કારમાંથી બહાર આવતાની સાથે જ તેના પરિવારના સભ્યો તેની તરફ દોડી આવ્યા હતા. તેમજ પત્ની સ્નેહા રેડ્ડી તેને ગળે લગાવતી વખતે ભાવુક થતી જોવા મળી હતી. તેનો પુત્ર અયાન તેની તરફ દોડ્યો અને બાદમાં અભિનેતા તેની પુત્રી અરહાને તેના હાથમાં પકડીને તેને ગળે લગાવતો જોવા મળ્યો.
અલ્લુ અર્જુન જેલમાંથી ઘરે પહોંચતા સર્જાયા ભાવુક દ્રશ્યો
'પુષ્પા' અભિનેતા જેલમાંથી ઘરે પહોંચતા તેની માતા અને પરિવારના સભ્યોને મળ્યો હતો. વીડિયોમાં તે ઘરમાં પ્રવેશતા પહેલા એક વૃદ્ધ મહિલાના પગને સ્પર્શ કરતો પણ જોવા મળે છે. ઘરે પહોંચતાની સાથે જ અલ્લુ અર્જુને મીડિયાને સંબોધિત કર્યું અને ચાહકોને તેમની સુખાકારી વિશે ખાતરી આપી. તેમજ ચાહકોના અતૂટ સમર્થન બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
હું કાયદાનું સન્માન કરું છું: અલ્લુ અર્જુન
વહેલી સવારે જેલમાંથી મુક્ત થયા બાદ અભિનેતા અલ્લુ અર્જુને કહ્યું કે, 'મીડિયા સાથેની વાતચીતમાં અલ્લુ અર્જુને ચાહકોનો આભાર માનતા કહ્યું હતું કે 'તમારા બધાના પ્રેમ અને સહયોગ માટે આભાર. મારા દરેક ચાહકનો આભાર પ્રગટ કરું છું. ચિંતાની કોઈ વાત નથી, હું એકદમ ઠીક છું. અમે કાયદામાં માનનારા નાગરિક છીએ અને કાર્યવાહીમાં સહયોગ આપીશું. ઘટના ખૂબ જ દુ:ખદ હતી, હું ફરીવાર પીડિત પરિવારને સાંત્વના પાઠવું છું.'