Get The App

'પુષ્પા 2' ની રિલીઝ પહેલાં જ અલ્લુ અર્જુન મુશ્કેલીમાં ફસાયો, જાણો કયા મામલે કેસ દાખલ

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
'પુષ્પા 2' ની રિલીઝ પહેલાં જ અલ્લુ અર્જુન મુશ્કેલીમાં ફસાયો, જાણો કયા મામલે કેસ દાખલ 1 - image


Image: Facebook

Allu Arjun: અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' આ વર્ષની સૌથી ચર્ચિત અને મોસ્ટ અવેટેડ ફિલ્મો પૈકીની એક છે. દર્શકોની વચ્ચે આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પુષ્પા: ધ રુલ 5 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે, જેમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં નજર આવશે. આ દરમિયાન અલ્લુ અર્જુન એક બીજા કારણે ચર્ચામાં આવી ગયો છે. અભિનેતા સામે હૈદરાબાદના જવાબર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આવું માત્ર એક શબ્દના કારણે થયું છે. 

અલ્લુ અર્જુન સામે ફરિયાદ નોંધાઈ

અલ્લુ અર્જુન તાજેતરમાં જ મુંબઈમાં એક પ્રમોશનલ ઈવેન્ટમાં સામેલ થયો હતો જ્યાં તેણે પોતાના ફેન બેઝને 'આર્મી' કહીને સંબોધિત કર્યો હતો. આ શબ્દના કારણે શ્રીનિવાસ ગૌડ નામના એક વ્યક્તિએ અભિનેતા સામે ફરિયાદ નોંધાવી છે. શ્રીનિવાસ ગૌડે અલ્લુ અર્જુન દ્વારા પોતાના ફેન બેઝ માટે આર્મી શબ્દના ઉપયોગને લઈને વાંધો વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: 26 વર્ષના IPS અધિકારીનું મોત, પહેલી પોસ્ટિંગ માટે જતાં સમયે કારનું ટાયર ફાટતાં અકસ્માત

વીડિયો જારી કરી આપી જાણકારી

ગ્રીન પીસ એનવાયરમેન્ટ એન્ડ વોટર હાર્વેસ્ટિંગ ઓપરેશનના અધ્યક્ષ શ્રીનિવાસ ગૌડે એક વીડિયો જારી કર્યો છે, જેમાં તેણે કહ્યું 'અમે ટોલિવૂડ સ્ટાર અલ્લુ અર્જુન સામે ફરિયાદ નોંધાવી છે. અમારી તેમને વિનંતી છે કે તે પોતાના ફેન બેઝ માટે આર્મી જેવા શબ્દનો ઉપયોગ ના કરે કેમ કે આ એક ખૂબ સન્માનજનક શબ્દ છે. આ તેમના માટે ઉપયોગ થાય છે, જે આ દેશની રક્ષા કરે છે. તેથી તમે પોતાના ચાહકો માટે આ શબ્દનો ઉપયોગ કરી શકો નહીં. તેના બદલે તમે બીજા શબ્દોનો ઉપયોગ કરી શકો છો.'

રશ્મિકા-અલ્લુ અર્જુન ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અત્યારે પુષ્પા 2 ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સિવાય ફહાદ ફાસિલ અને પ્રકાશ રાજ જેવા કલાકાર પણ મહત્વના રોલમાં છે.


Google NewsGoogle News