Get The App

'CM વિરુદ્ધ કંઈ પણ બોલ્યા તો...' કોંગ્રેસી નેતાની અલ્લુ અર્જુનને ચેતવણી, પુષ્પા ફિલ્મ પર સવાલ ઊઠાવ્યા

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
Allu Arjun


Allu Arjun Gets Warning From Congress MLA: નિઝામાબાદ (ગ્રામીણ) કોંગ્રેસના ધારાસભ્ય આર ભૂપતિ રેડ્ડીએ મંગળવારે અભિનેતા અલ્લુ અર્જુનને ચેતવણી આપી હતી કે જો અભિનેતા તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરશે તો તેની ફિલ્મોને રાજ્યમાં ચલાવવા દેવામાં આવશે નહીં. આર ભૂપતિ રેડ્ડીએ કહ્યું, 'કોંગ્રેસ ક્યારેય સિનેમા ઉદ્યોગની વિરુદ્ધ નથી રહી. કોંગ્રેસ સરકારોએ હૈદરાબાદમાં ફિલ્મ ઉદ્યોગ સ્થાપિત કરવા માટે ફિલ્મ હસ્તીઓને જમીન આપી હતી. પરંતુ 'પુષ્પા' જેવી ફિલ્મો સમાજ માટે ફાયદાકારક નથી. આ એક દાણચોરીની વાર્તા છે.'

રેવંત રેડ્ડીએ અલ્લુ અર્જુનને આપી ચેતવણી 

રેડ્ડીએ વધુમાં કહ્યું કે, 'અલ્લુ અર્જુન અમારા મુખ્યમંત્રી વિશે કંઈ પણ બોલો તે પહેલાં સાવધાન થઈ જાવ. તમે આંધ્રપ્રદેશના છો અને અહીં રહેવા આવ્યા છો. તેલંગાણામાં તમારું શું યોગદાન છે? અમે 100 ટકા ચેતવણી આપી રહ્યા છીએ જો તમે એવું નહિ કરો તો, અમે તમારી ફિલ્મો તેલંગાણામાં નહીં ચાલવા દઈએ.'

ફિલ્મના સ્ક્રીનિંગને લઈને લગાવ્યા આરોપ 

4 ડિસેમ્બરે 'પુષ્પા-2'ની સ્ક્રીનિંગ દરમિયાન એક મહિલાનું મૃત્યુ થયું હતું અને તેનો પુત્ર ઘાયલ થયો હતો. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આ ઘટના અંગે અલ્લુ અર્જુનની ટીકા કરી હતી. રેડ્ડીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે અલ્લુ અર્જુને પરમિશન વગર થિયેટરમાં ફિલ્મનું સ્ક્રીનિંગ કર્યું હતું.

આ પણ વાંચો: સિદ્ધાર્થ-જાહ્નવીની પરમસુંદરી આગામી જુલાઈમાં રજૂ થશે

અલ્લુ અર્જુને કરી સ્પષ્ટતા

અલ્લુ અર્જુને 21 ડિસેમ્બરે પોતાના નિવેદનમાં આ ઘટનાને 'અકસ્માત' ગણાવી હતી અને સીએમ રેવંત રેડ્ડીના આરોપોને ફગાવી દીધા હતા. અભિનેતાએ સ્પષ્ટતા કરી હતી કે, 'થિયેટરમાં મારી હાજરી કોઈ રોડ શો નહોતો. તેમજ હું કોઈપણ વિભાગ કે રાજકીય નેતા કે સરકારની વિરુદ્ધ નથી.' તેલંગાણામાં આ વિવાદ સિનેમા અને રાજકારણ વચ્ચેના પરસ્પર સંઘર્ષને દર્શાવે છે.

'CM વિરુદ્ધ કંઈ પણ બોલ્યા તો...' કોંગ્રેસી નેતાની અલ્લુ અર્જુનને ચેતવણી, પુષ્પા ફિલ્મ પર સવાલ ઊઠાવ્યા 2 - image


Google NewsGoogle News