જાની માસ્ટરના સેક્સ કાંડમાં અલ્લુ અર્જુનની સંડોવણી હોવાનો ઈનકાર
- જાની માસ્ટર પર જુનિયરનાં જાતીય શોષણનો કેસ
- પુષ્પાના શ્રીવલ્લી સોંગનો કોરિયોગ્રાફર જાની માસ્ટર પુષ્પા-ટુ અને સ્ત્રી-ટુનો પણ ડાન્સ ડાયરેક્ટર
મુંબઈ : ડાન્સ ડાયરેક્ટર જાની માસ્ટર પર થયેલા જાતીય શોષણના કેસ સાથે અલ્લુ અર્જુનને કોઈ લેવાદેવા નથી તેવો દાવો 'પુષ્પા'ના નિર્માતા રવિ શંકરે કર્યો છે. જાની માસ્ટર તરીકે ઓળખાતા શેખ જાની બાશા પર તેમની જુનિયરનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. જાની માસ્ટર સાથે અલ્લુ અર્જુન અને 'પુષ્પા'ના સર્જક સુકુમારના નામો પણ ઉછાળવામાં આવ્યાં હતાં.
જોકે, 'પુષ્પા'ના નિર્માતાએ કહ્યુ ંહતું કે આ આરોપો નિરાધાર છે. જાની માસ્ટર અને અલ્લુ અર્જુન વચ્ચે માત્ર પ્રોફેશનલ સંબંધો છે. અલ્લુ સેટ પર આવી, સૌનું અભિવાદન કરે અને પછી ડાન્સ માસ્ટરે સૂચવેલા સ્ટેપ્સને ફોલો કરે છે. તેમની વચ્ચે કોઈ નિકટતા કે અતરંગ સંબંધ નથી.
ઉલ્લેખનીય છે કે જાની માસ્ટરે જ 'પુષ્પા'ના સુપરહિટ સોંગ શ્રીવલ્લીનું ડાન્સ ડિરેક્શન કર્યું હતું. આ ગીતમાં અલ્લુ અર્જુનના સ્ટેપ્સ બહુ લોકપ્રિય થયાં હતાં. તે 'પુષ્પા ટૂ'માં પણ કેટલાંક ગીતોનો કોરિયોગ્રાફર છે. તાજેતરમાં ઓલ ટાઈમ હિટ થયેલી ફિલ્મ 'સ્ત્રી ટૂ'નાં ગીત 'આજ કી રાત' નો કોરિયોગ્રાફર પણ જાની માસ્ટર છે. જાની માસ્ટરને રેપ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને કથિત રીતે તેણે પોતાનો ગુનો કબૂલી પણ લીધો છે.