'પુષ્પા 2' રિલીઝ થાય તે પહેલા જ કન્ફર્મ થઇ 'પુષ્પા 3', ખુદ અલ્લુ અર્જુને આપી મોટી અપડેટ

એક ઈન્ટરવ્યુ દરમિયાન અલ્લુ અર્જુને પુષ્પા 3ને લઈને મોટી અપડેટ આપી છે

એક્ટરે કહ્યું કે, તમે ચોક્કસ પણે ફિલ્મના ત્રીજા ભાગની આશા કરી શકો છો

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
'પુષ્પા 2' રિલીઝ થાય તે પહેલા જ કન્ફર્મ થઇ 'પુષ્પા 3', ખુદ અલ્લુ અર્જુને આપી મોટી અપડેટ 1 - image
Image Twitter 

'પુષ્પા -ધ રાઈઝ' પછી તેનો બીજો ભાગ 'પુષ્પા -ધ રુલ'  સાથે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન મોટા પરદા પર ધમાલ મચાવવા આવી રહ્યો છે. ફેન્સ પુષ્પાના બીજા ભાગ માટે આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ડાયરેક્ટર સુકુમારની પુષ્પા ફ્રેન્ચાઇઝીને લઈને મોટી અપડેટ સામે આવી છે. હકીકતમાં ફિલ્મના હીરોએ તેના આગળના ભાગ માટે મંજુરી આપી દીધી છે. 

પુષ્પા -2 ના રિલીઝ પહેલા કંફર્મ થઈ પુષ્પા - 3

હા, આ સાચી વાત છે, એક ઈન્ટરવ્યુ દરમિયાન અલ્લુ અર્જુને પુષ્પા 3ને લઈને મોટી અપડેટ આપી છે, જેને સાંભળીને ચાહકોમાં ખુશીનો પાર નથી રહ્યો. એક્ટરે કહ્યું કે, તમે ચોક્કસ પણે ફિલ્મના ત્રીજા ભાગની આશા કરી શકો છો. અમે આને એક ફ્રેન્ચાઇઝી  બનાવવા ઈચ્છીએ છીએ, અમારી પાસે લાઈનઅપ માટે કેટલાક આકર્ષક વિચારો પણ છે. અલ્લુ અર્જુનના આ નિવેદન બાદ એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે મેકર્સ પુષ્પાને લાંબા સમય સુધી ફ્રેન્ચાઈઝી લેવા જઈ રહ્યા છે.

આ ફિલ્મ આ દિવસે રિલીઝ થશે

એક વાત અહીં નોધનીય છે કે, અલ્લુ અર્જુન હાલમાં ફિલ્મના બીજા ભાગના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ 'પુષ્પાઃ ધ રૂલ'માં અલ્લુ અર્જુન 'પુષ્પા રાજ'ના રોલમાં સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે અને ફહાદ ફાસિલ 'ભંવર સિંહ શેખાવત' ના રોલમાં જોના મળી રહ્યો છે. રશ્મિકા મંદન્ના, સુનીલ, અનસૂયા જેવા કલાકારો પણ ફિલ્મમાં કમબેક કરી રહ્યા છે. આગામી 15 ઓગસ્ટ 2024ના રોજ આ ફિલ્મ વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવશે. હાલમાં નિર્માતાઓ સમયસર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરીને દર્શકો સુધી પહોંચાડવા માટેની તૈયારીમાં ખૂબ જ વ્યસ્ત છે.


Google NewsGoogle News