Get The App

સંધ્યા થિયેટર કેસમાં પીડિત પરિવારને બે કરોડનું વળતર આપીશું, અલ્લુ અર્જુનની જાહેરાત

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
allu-arjun


Allu Arjun Announces 2 Crore Compensation: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ મોટી કમાણી કરી રહી છે, તો બીજી તરફ અભિનેતા સંધ્યા થિયેટર કેસમાં ફસાયેલો છે. અલ્લુ અર્જુનને મંગળવારે પૂછપરછ માટે ચિક્કડપલ્લી સ્ટેશન પર બોલાવાયો હતો. આ પહેલા અલ્લુ અર્જુને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'આ કેસમાં મને બદનામ કરવામાં આવી રહ્યો છે. જો કે, આ કેસમાં પીડિત પરિવારને અમે રૂ. 2 કરોડની મદદ કરવાનું નક્કી કર્યું છે.' 

અલ્લુ અર્જુનના પિતાએ કરી જાહેરાત 

આ દરમિયાન અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદે કહ્યું હતું કે, ‘અલ્લુ અર્જુન, તેનો પરિવાર અને પુષ્પા 2ની ટીમ પીડિતના પરિવારના સતત સંપર્કમાં રહીને હોસ્પિટલમાં દાખલ 9 વર્ષના શ્રીતેજની સંભાળ લઈ રહી છે. અલ્લુ અરવિંદે કહ્યું કે પુષ્પા 2ની આખી ટીમ પીડિત પરિવારની સાથે છે અને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે.’ 

પીડિત પરિવારને રૂ. 2 કરોડની આર્થિક સહાય 

અલ્લુ અરવિંદે કહ્યું કે ‘પુષ્પા 2ના પ્રોડ્યુસર અને ટીમ સંયુક્ત રીતે પીડિત પરિવારને રૂ. 2 કરોડની આર્થિક સહાય કરશે. તેમાંથી રૂ. 1 કરોડ અલ્લુ અર્જુન આપી રહ્યો છે, જ્યારે પુષ્પા 2ના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તરફથી 50-50 લાખ અપાશે. શ્રીતેજ ટ્રસ્ટ બનાવીને ભવિષ્યમાં પણ બાળકને વધુ મદદ કરવામાં આવશે.’

આ પણ વાંચો: 'CM વિરુદ્ધ કંઈ પણ બોલ્યા તો...' કોંગ્રેસી નેતાની અલ્લુ અર્જુનને ચેતવણી, પુષ્પા ફિલ્મ પર સવાલ ઊઠાવ્યા

પીડિત વેન્ટિલેટર પર, પરંતુ હાલત સ્થિર 

હાલ શ્રીતેજ હાલ વેન્ટિલેટર પર છે અને KIMS હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 4 ડિસેમ્બરે પુષ્પા-2નું પ્રીમિયર યોજાયું હતું. એ વખતે અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે થયેલી નાસભાગમાં 8 વર્ષીય શ્રીતેજની માતા રેવતીનું અવસાન થયું હતું. 

પુષ્પા 2નું કલેક્શન 

આ ફિલ્મની રિલીઝને 21 દિવસ થઈ ગયા છે અને છતાં બોક્સ ઓફિસ તે રોજેરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મનું ડોમેસ્ટિક કલેક્શન રૂ.1101.15 રૂપિયા પર પહોંચી ગયું છે, જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન રૂ. 1500 કરોડને પાર થઈ ગયું છે. 

સંધ્યા થિયેટર કેસમાં પીડિત પરિવારને બે કરોડનું વળતર આપીશું, અલ્લુ અર્જુનની જાહેરાત 2 - image



Google NewsGoogle News