ઓલ ઈન્ડિયા ટોપર અને સુંદરતાની ક્વિન, બોલિવૂડ ફિલ્મોમાં કરી એન્ટ્રી પણ ફ્લોપ સાબિત થઇ
Image: Facebook
Manushi Chhillar Career: વર્ષ 2017માં સુંદરતાની ક્વીન માનુષી છિલ્લરે જ્યારે મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો તો માત્ર 21 વર્ષની હતી. માનુષી છિલ્લર અભ્યાસમાં અવ્વલ અને સુંદરતાની ક્વીન છે. માનુષીએ ધોરણ 12માં અંગ્રેજી સબ્જેક્ટમાં સીબીએસઈ બોર્ડમાં ઓલ ઈન્ડિયા ટોપ કર્યું હતું. માનુષીએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ હીરોઈન તરીકે ડેબ્યૂ કર્યું પરંતુ માનુષીની સતત 4 ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. અત્યાર સુધી માનુષીની કિસ્મત ચમકી શકી નથી.
માનુષી છિલ્લરનો જન્મ 14 મે 1997માં હરિયાણાના રોહતક શહેરમાં થયો હતો. માનુષીના પિતા મિત્રવાસુ છિલ્લર ડીઆરડીઓમાં રિસર્ચ સ્કોલર છે. માનુષીના માતા એક ડોક્ટર છે. માનુષી બાળપણથી જ બુદ્ધિશાળી રહી છે. માનુષી પોતાની સ્કુલમાં પણ સૌથી હોશિયાર બાળકોમાં ગણાતી હતી. અભ્યાસમાં અવ્વલ હોવાની સાથે જ માનુષી ખૂબ ક્યૂટ પણ છે.
માનુષીએ પોતાની સ્કુલિંગ સેન્ટ થૉમસ સ્કુલ નવી દિલ્હીથી કરી છે. ધોરણ 12માં માનુષીએ અંગ્રેજીમાં સીબીએસઈ બોર્ડથી ઓલ ઈન્ડિયા ટોપ કર્યું હતું. જે બાદ માનુષીએ ઓલ ઈન્ડિયા પ્રીમ મેડિકલ ટેસ્ટ આપી અને પહેલી જ વખતમાં પાસ થઈ ગઈ. આ ટેસ્ટને પાસ કરતાં જ માનુષીએ સોનીપતના ભગત ફૂલ સિંહ મેડિકલ કોલેજથી એમબીબીએસનો અભ્યાસ શરૂ કરી દીધો.
આ પણ વાંચો: મને દરરોજ ટેન્શન થાય છે...' કોન્સર્ટ વચ્ચે દિલજીત દોસાંઝનું દર્દ છલકાયું, મન ની વાત પણ કહી
માનુષીએ અહીં અભ્યાસની સાથે-સાથે મોડલિંગ પણ શરૂ કરી. પોતાની કોલેજમાં જ 2016માં માનુષી છિલ્લર ઓલ ઈન્ડિયા ઓફ મેડિકલ સાયન્સ કોમ્ટીશનમાં વિનર બની ગઈ. અહીંથી ગ્લેમરની દુનિયાની શરૂઆત થઈ. માનુષીએ 2017માં મિસ વર્લ્ડ બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને જીત નોંધી. ભારતને 17 વર્ષ બાદ માનુષીએ આ ખિતાબ અપાવ્યો હતો. આ પહેલા 2000માં પ્રિયંકા ચોપડાએ આ ખિતાબને પોતાના નામે કર્યો હતો. માનુષી છિલ્લર મિસ વર્લ્ડનો ખિતાબ જીતતાં જ સ્ટાર બની ગઈ.
આ બ્યૂટી પેજેન્ટમાં ધૂમ મચાવનારી માનુષીએ ફિલ્મી સફરની શરૂઆત કરી. માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ બન્યા બાદ ફિલ્મોમાં હીરોઈન તરીકે ડેબ્યૂ કર્યું. વર્ષ 2022માં માનુષીએ અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજથી પોતાના કરિયરની શરૂઆત કરી પરંતુ પહેલા જ ફિલ્મથી માનુષીનું ડેબ્યૂ સારું રહ્યું નહીં. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મહાફ્લોપ સાબિત થઈ.
તે બાદ માનુષી છિલ્લરને વિક્કી કૌશલની સાથે ફિલ્મ ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીમાં હીરોઈન તરીકે બીજી ફિલ્મ મળી. 2023માં રિલીઝ થયેલી માનુષીની આ બીજી ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ. માનુષીએ તે બાદ 'ઓપરેશન વેલેન્ટાઈન' ફિલ્મમાં કામ કર્યું. પરંતુ તે પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછડાઈ.
માનુષીએ પોતાના અત્યાર સુધીના કરિયરની લાસ્ટ ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' સાઈન કરી હતી. આ ફિલ્મમાં માનુષીએ મહત્વનું પાત્ર નિભાવ્યુ હતું. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફેલ થઈ ગઈ. 200 કરોડના મોટા બજેટથી બનેલી આ ફિલ્મ ફ્લોપ રહી. અત્યાર સુધી 4 ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ માનુષી છિલ્લરની એક પણ ફિલ્મ હિટ થઈ નહીં.