અલકા યાજ્ઞિક વર્લ્ડ રૅકોર્ડ બનાવી નંબર વન સિંગર બની, વિશ્વના મોટા-મોટા ગાયકોને પછાડ્યા
અલકા યાગ્નિકએ 15.3 બિલિયન સ્ટ્રીમ્સ સાથે યુટ્યુબ પર સૌથી વધુ સાંભળનાર સિંગરનો રેકોર્ડ પોતાના નામે કર્યો
યુટ્યુબ પર સૌથી વધારે વખત સાંભળનાર સિંગરનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે
Image FB |
મુંબઈ, તા. 30 જાન્યુઆરી 2023, સોમવાર
જાણીતી ગાયિકા અલકા યાગ્નિકએ બોલીવૂડમાં ખુબ લાંબો સમય પસાર કર્યો છે. આજે દુનિયાભરમાં લોકો તેમની અવાજના પ્રશંસક છે અને હંમેશા તેમનો અવાજ સાંભળવા માટે ઉત્સુક હોય છે. પોતાના સુરીલા અને મધુર અવાજથી લોકોના દિલ પર રાજ કરનાર આ ગાયિકાએ યુટ્યુબ પર એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ પછી તેમનાં ફેન્સ ખુશી અને ગર્વથી ગદગદ થઈ ગયા હતા.
વાસ્તવમાં અલકા યાગ્નિકએ 15.3 બિલિયન સ્ટ્રીમ્સ સાથે યુટ્યુબ પર સૌથી વધારે વખત સાંભળનાર સિંગરનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્ષ 2022માં અલકા યાગ્નિકને સૌથી વધારે સાંભળવામાં આવી હતી. જેના કારણે તે દુનિયાની સૌથી વધારે સાંભળનાર ગાયિકા બની ગઈ છે.
ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયો:
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના જણાવ્યા મુજબ, વર્ષ 2022માં અલકા યાગ્નિક 15.3 બિલિયન સ્ટ્રીમ્સ સાથે યુટ્યુબ પ્લેટફોર્મ પર સૌથી વધારે સાંભળનાર કલાકાર બની ગયા છે. આ લીસ્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે અલકાનું પ્રખ્યાત ગીત 'એક દિન આપ' ને વર્ષ 2021 અને 2020માં યુટ્યુબ પર 16.6 બિલિયન વખત સ્ટ્રીમ કરવામાં આયો છે.
BTS અને ટેલર સ્વિફ્ટને પણ પછાડ્યો:
એક રિપોર્ટ મુજબ, આશરે 20 ટકા યુટ્યુબ સબસ્ક્રાઈબર માત્ર ઇન્ડિયાના છે. જેમાં એશિયા ગ્લોબલી સૌથી મોટા માર્કેટ શેયરનો ભાગ છે, જયારે સાઉથ કોરિયન સુપરસ્ટાર BTS અને બ્લેકપિંક 7.95 બિલિયન અને 7.03 બિલિયન સ્ટ્રીમ સાથે ટોપમાં છે. ટેલર સ્વિફ્ટ 4.33 બિલિયન અને ડ્રેક 2.9 બિલિયન સ્ટ્રીમ સાથે 50માં સ્થાન પર છે. આ સિવાય ભારતીય ગાયક ઉદિત નારાયણ, અરિજીત સિંહ અને કુમાર સાનૂ પણ 10.8 બિલિયન, 10.7 બિલિયન અને 9.09 બિલિયન સાથે લીસ્ટમાં સામેલ છે.
અલકાએ ગાયા લગભગ 20000 ગીતો:
અલકા યાગ્નિકએ વર્ષ 1990માં મ્યુઝિક ઈંડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો અને આજના દિન સુધી પોતાની અવાજના દમ પર ફેન્સના દિલ પર રાજ કરે છે. અલકાએ 40 વર્ષના કરિયર દરમિયાન ફિલ્મો અને આલ્બમ માટે લગભગ 20 હજાર ગીતો ગાયા છે. 'અગર તુમ સાથ હો' થી લઈ 'યુ આર માય સોનિયા' સુધી અલકાએ ઘણાં બ્લોકબસ્ટર સોન્ગ્સ ગાયા છે. અલકાએ 'બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર' માટે બે નેશનલ ફિલ્મ એવોર્ડ અને સાત 'ફિલ્મફેર' એવોર્ડ્સ સહિત 36 નોમિનેશન પોતાના નામે કર્યા છે.