આલિયાની જિગરા ઓટીટી રીલિઝ બાદ પણ ટીકાઓનો શિકાર બની
- લોકોએ બહુ બોરિંગ ફિલ્મ ગણાવી
- થિયેટર રીલિઝમાં ફલોપ ગયા બાદ ઓટીટી રીલીઝ વખતે પણ લોકોએ વખોડી
મુંબઇ: આલિયા ભટ્ટની 'જિગરા' ફિલ્મ થિયેટર રીલિઝ વખતે સાવ ફલોપ ગઈ હતી. હવે તે ઓટીટી પર રીલિઝ થઈ છે. ઓટીટી પર જોનારા લોકોએ પણ આ ફિલ્મને ભારે વખોડી કાઢી છે.
લોકો એવી કોમેન્ટ કરી રહ્યા છે કે આ સાવ ફાલતુ અને બોરિંગ ફિલ્મ છે.
વાસન બાલા જેવા દિગ્દર્શકે સાવ વેઠ જ ઉતારી છે. જોકે, લોકોએ કબુલ્યું છે કે આલિયાએ એક એકટ્રેસ તરીકે ઘણી મહેનત કરી છે. કેટલાક લોકોએ બેકગ્રાઉન્ડ સ્કોરના પણ વખાણ કર્યાં છે.
ઉલ્લેખનીય છે કે આલિયા આ ફિલ્મની સહ નિર્માતા પણ છે.
દરમિયાન, જાણીતા ફિલ્મ સર્જક હંસલ મહેતાએ આ ફિલ્મ ઓટીટી પર જોયા પછી તેની બહુ પ્રશંસા કરતાં લોકો તેમના પર પણ ભડક્યા હતા. તેમણે કહ્યું હતું કે હંસલ મહેતા અંગત સંબંધો ખાતર એક સાવ બેકાર ફિલ્મનાં ખોટેખોટાં વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો હંસલ મહેતાની પ્રશંસાને કોઈ પેઈડ રિવ્યૂ સમકક્ષ ગણાવી હતી.