Get The App

ડેટ્સની બબાલમાં જી લે જરા અટકી હોવાની આલિયાની કબૂલાત

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
ડેટ્સની બબાલમાં જી લે જરા અટકી હોવાની આલિયાની કબૂલાત 1 - image


- ત્રણેય હિરોઈનોની તારીખોનો મેળ પડતો નથી

મુંબઇ : આલિયા ભટ્ટે સ્વીકાર્યું છે કે તેની, કેટરિના કૈફની અને પ્રિયંકા ચોપરાની સામટી તારીખો એકસાથે મળવાની મુશ્કેલ હોવાથી 'જી લે જરા ' ફિલ્મ અટકી પડી છે. જોકે, તેણે આશા વ્ય્ક્ત કરી છે કે કલાકારો ઉપરાંત સર્જક ફરહાન અખ્તર પણ આ ફિલ્મ બનાવવા આતુર છે .આથી, ભવિષ્યમાં આ ફિલ્મ બનશે એ સો ટકા નક્કી છે. 

અગાઉ એવા અહેવાલો હતા કે  પ્રિયંકાચોપરા અને કેટરિના કૈફે આ ફિલ્મ છોડી દીધી હોવાથી  આ ફિલ્મના નિર્માણની હવે કોઇ શક્યતા નથી. 

પરંતુ આલિયાએ કહ્યુ ંહતું કે, અમે કલાકારો, નિર્માતાઓ અને ડાયરેકટર આ ફિલ્મ બને તેની તરફેણમાં છે. પરંતુ તારીખોનો મેળ પડી રહ્યો નથી. બધા કોઈને કોઈ રીતે એડજેસ્ટમેન્ટ માટે પ્રયાસો કરી  રહ્યા છે. 

આ ફિલ્મની ફરહાન અખ્તર લાંબા સમય પહેલાં ઘોષણા કરી ચૂક્યો છે. જોકે, હવે ફરહાન પોતાની એક્ટર તરીકેની કારકિર્દીમાં ધ્યાન પરોવી રહ્યો છે અને તે પછી તે રણવીર સિંહ અને કિયારા સાથે 'ડોન થ્રી' શરુ કરવાનો છે. તેના કારણે 'જી  લે જરા' ક્યારે ફલોર પર જશે તે અનિશ્ચિત બની ગયું છે. 


Google NewsGoogle News