દશેરાએ આલિયા, શાહિદ, રાજકુમાર રાવનો બોક્સ ઓફિસ પર મુકાબલો

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
દશેરાએ આલિયા, શાહિદ, રાજકુમાર રાવનો બોક્સ ઓફિસ પર મુકાબલો 1 - image


- આલિયાની નિર્માતા તરીકેની જિગરા દશેરાએ

- શાહિતની દેવા તથા રાજકુમારની વીકી વિદ્યા કા વોહ વાલા વીડિયો સાથે ટકરાશે

મુંબઇ : આગામી દશેરાએ બોક્સ ઓફિસ પર આલિયા ભટ્ટ, શાહિદ કપૂર અને રાજ કુમાર રાવ વચ્ચે ટક્કર થશે. આલિયા ભટ્ટ અને વૈદાંગ રૈનાની ફિલ્મ 'જિગરા' સપ્ટેમ્બરને બદલે હવે ઓક્ટોબરમાં દશેરા દરમિયાન રીલિઝ કરવાની જાહેરાત કરવામાં આવતાં આ સ્થિતિ સર્જાઈ છે. 

આલિયાની 'જિગરા'નું દિગ્દર્શન વાસન બાલાએ કર્યું છે. આ ફિલ્મમાં તે સહ નિર્માતા તરીકે પણ સંકળાયેલી છે. વૈદાંગ રૈના અગાઉ 'આર્ચીઝ' ફિલ્મમાં દેખાઈ ચૂક્યો છે. જોકે, તે ઓટીટી પર રજૂ થી હતી. આમ બિગ સ્ક્રીન પર તેની આ પહેલી ફિલ્મ હશે. 

આ ફિલ્મને બોક્સ ઓફિસ પર આલિયા ભટ્ટના સ્ટાર પાવરની જરુર પડશે. કારણ કે તેનો મુકાબલો શાહિદ કપૂરની 'દેવા' તથા રાજકુમાર રાવની 'વીકી વિદ્યા કો વોહ વાલા વીડિયો' સાથે થવાની છે. 


Google NewsGoogle News