Get The App

લવ એન્ડ વોરનાં શૂટિંગ માટે હવે આલિયા પણ સેટ પર હાજર

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
લવ એન્ડ વોરનાં શૂટિંગ માટે હવે આલિયા પણ સેટ પર હાજર 1 - image


- અત્યાર સુધી માત્ર રણબીર અને વિક્કીનાં દ્રશ્યો શૂટ થયાં

- આલિયાએ સોલો સીકવન્સથી શરુઆત કરી, 2025માં મોટાભાગે આ ફિલ્મનું જ શૂટિંગ કરશે

મુંબઇ : સંજય લીલા ભણશાલી 'લવ એન્ડ વોર' ફિલ્મ બનાવી રહ્યો છે.જેમાં રણબીર કપૂર, વિકી કૌશલ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. રણબીરકપૂરે ગત સાતમી નવેેમ્બરથી જ શૂટિંગ શરૂ કરીદીધું છે, જ્યારે વિક્કી કૌશલે ૧૫ નવેમ્બરના રોજ શૂટિંગમાં સામેલ થયો છે. હવે જાણવા મળ્યું છે કે, 'લવ એન્ડ વોર'ની ત્રિપુટી સેટ પર ભેગી થઇ ગઇ છે. આલિયા ભટ્ટ પણ રણબીર અને વિક્કી સાથે શૂટિંગમાં જોડાઇ ગઇ છે. 

આલિયા ભટ્ટે ૧૯ નવેમ્બરથી શૂટિંગ શરૂ કરી દીધું છે. પહેલા દિવસે તેણે પોતાની સોલો સીકવન્સથી શૂટિંગની શરૂઆત કરી હતી. આલિયાએ આ ફિલ્મ માટે થોકબંધ તારીખો આપી છે. વાત તો એવીપણ છે કે, અભિનેત્રી ૨૦૨૫ સુધી અન્ય કોઇ ફિલ્મનું શૂટિંગ કરવાની નથી.  આ ફિલ્મ ૨૦૨૬માં રિલીઝ કરવામાં આવશે.

 રણબીર કપૂર અને વિક્કી કૌશલ ઇન્ડિયન  એરફોર્સના અધિકારીઓના રોલ ભજવી રહ્યા હોવાની અટકળો છે. જ્યારેઆલિયા ભટ્ટ એક કેબરે ડાન્સરની ભૂમિકા ભજવી રહી છે. બોલવૂડનો એક ટોચનો અભિનેતા આ ફિલ્મમાં કેમિયો કરે તેવી પૂરી શક્યતા છે. 


Google NewsGoogle News