આલિયા કલ્કિના સર્જક નાગ અશ્વિનની નવી ફિલ્મમાં
- ફિલમનું શૂટિંગ આવતાં વર્ષથી શરુ થશે
- ગંગુબાઈ તથા હાઈવેની જેમ આ ફિલ્મ પણ સ્ત્રી કેન્દ્રિત કથા ધરાવતી હશે
મુંબઈ: આલિયા ભટ્ટ હવે 'કલ્કી ૨૮૯૮ એડી' ફિલ્મના સર્જક નાગ અશ્વિનની નવી ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ પણ આલિયાની અગાઉની ફિલ્મો 'ગંગુ બાઈ કાઠિયાવાડી' તથા 'હાઈવે'ની જેમ સ્ત્રી કેન્દ્રિત કથા ધરાવતી હશે.
નાગ અશ્વિને આ પ્રોજેક્ટ માટે સ્ક્રિપ્ટ ફાઈનલ કરી દીધી છે અને ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષ ૨૦૨૫માં શરુ થવાની ધારણા છે.
'કલ્કિ'ની જેમ આ ફિલ્મ પણ પાન ઈન્ડિયા સ્તરે જ બનાવાશે. જોકે, ફિલ્મનાં બજેટ કે વાર્તાની વધુ વિગતો અથવા તો બાકીની કાસ્ટ અંગે હજુ સુધી કશું જાણવા મળતું નથી.
આલિયા હાલ શર્વરી વાઘ સાથેની ફિેમેલ જાસૂસ પરની ફિલ્મ 'આલ્ફા'નું શૂટિંગ કરી રહી છે. આવતા મહિનાથી તે સંજય લીલા ભણશાળીની 'લવ એન્ડ વોર'નું શૂટિંગ કરવાની છે. તે પછી તે આ ફિલ્મનું શૂટિંગ હાથ ધરે તેવી સંભાવના છે.