પેરિસ ફેશન વીકમાં નિસ્તેજ ડેબ્યૂ માટે આલિયા ટ્રોલ થઈ
- મેટાલિક ડ્રેસમાં સજ્જ થઈ એન્ટ્રી
- રેડ ડ્રેસમાં આલિયા સહિતના ચાહકોનું દિલ જીતનારી ઐશ્વર્યાની હેરસ્ટાઈલ ચર્ચાનો વિષય બની
મુંબઈ : પેરિસ ફેશન વીકમાં આલિયા ભટ્ટનું ડેબ્યુ ચાહકોને ખાસ પસંદ પડયું નથી. તેની રનવે વોક તદ્દન નિરસ અને પ્રભાવહિન હોવાનું જણાવી ચાહકોએ તેને ટ્રોલ કરી હતી.
આલિયા મેટાલિક ડ્રેસમાં સજ્જ થઈ રન વે વોક માટે આવી હતી. તેના ડ્રેસની તથા એકંદર લૂકની ચર્ચા થઈ હતી પરંતુ સોશિયલ મીડિયા પર ચાહકોએ જણાવ્યું હતું કે અન્ય આંતરરાષ્ટ્રીય મોડલ્સની સામે આલિયાની એન્ટ્રી તદ્દન ફિક્કી હતી. કેટલાક ચાહકોએ લખ્યું હતું કે આલિયામાં કોઈ કરિશ્મા દેખાયો ન હતો. કેટલાકે લખ્યું હતું કે આલિયાને પાપા કરણ જોહરની મહેરબાનીથી ફિલ્મો મળી જાય છે તે અલગ વાત છે પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર છવાઈ જવાય તેવી પ્રતિભા હોવી એ જુદી વાત છે.
આ પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા એક વેટરન તરીકે ભાગ લઈ રહી છે. લાલ ડ્રેસમાં તેના લૂક્સના વખાણ થયાં હતાં. ખુદ આલિયાએ કહ્યું હતું કે ઐશ્વર્યાની હારોહાર સજ્જ થતી વખતે તે ભારે પ્રભાવિત થઈ હતી. તે પોતાની નજર ઐશ્વર્યા પરથી હટાવી શકતી ન હતી.
આ ફેશન વીકની અન્ય વાયલ તસવીરોમાં ઐશ્વર્યીની અસામાન્ય હેસ્ટાઈલે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે યુરોપની ફેશન અનુસાર વાળને રોલ કરી ઊંચા બાંધ્યા હતા. કેટલાક ચાહકોએ લખ્યું હતું કે ઐશ્વર્યાએ તેના હેર સ્ટાઈલિસ્ટસ બદલવાની જરુર છે.