VIDEO: આલિયા ભટ્ટે મધુર સ્વરમાં ગીત ગાઈને લૂંટી વાહવાહી, ચાહકોએ કહ્યું- આ ટેલેન્ટ વિશે તો ખબર જ નહોતી

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
VIDEO: આલિયા ભટ્ટે મધુર સ્વરમાં ગીત ગાઈને લૂંટી વાહવાહી, ચાહકોએ કહ્યું- આ ટેલેન્ટ વિશે તો ખબર જ નહોતી 1 - image


                                                                   Image: Facebook

એક્ટ્રેસ આલિયા ભટ્ટ એક્ટિંગથી લઈને ફેશન સેન્સ માટે ચાહકો વચ્ચે ફેમસ છે. પરંતુ આ સિવાય એક્ટ્રેસનું સિંગિંગ પણ શાનદાર છે. આમ તો આલિયાને ઘણી વખત ગીત ગાતા સાંભળવામાં આવી છે. જેને સાંભળીને ચાહકો મંત્રમુગ્ધ થઈ જાય છે. દરમિયાન આલિયાએ એકવાર ફરીથી પોતાના અવાજનો જાદુ ચાહકો વચ્ચે ચલાવીને તેમને દીવાના બનાવી દીધા છે. 

આલિયાનો લંડન ઈવેન્ટમાં સાડીવાળો લુક ચર્ચામાં

અત્યારે આલિયા હોપ ગાલા ઈવેન્ટને લઈને લંડનમાં હાજર છે. ગઈકાલે એક્ટ્રેસે હોપ ગાલા 2024 ઈવેન્ટને હોસ્ટ કરી. આ દરમિયાનની ઘણી તસવીરો એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટા પર પણ શેર કરી છે. જેમાં તે અલગ-અલગ આઉટફિટમાં નજર આવી રહી છે. જોકે આ દરમિયાન આલિયાનો સાડી વાળો લુક ખાસ ચર્ચામાં છે. વિદેશમાં આલિયાનો દેશી અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ ઈવેન્ટથી આલિયાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક્ટ્રેસ ફેમસ સિંગર સાથે ગીત ગાતી નજર આવી રહી છે.

આલિયાની સિંગિંગ પર ચાહકો દીવાના થયા 

વીડિયોમાં આલિયા ભટ્ટ હોપ ગાલા 2024માં લોકોની સાથે બેસેલી નજર આવી રહી છે. સિંગર હર્ષદીપ કૌર આલિયા ભટ્ટની હિટ મૂવી 'ઉડતા પંજાબ'નું ફેમસ ગીત 'એક કુડી' ગાતા તેની પાસે આવે છે અને તેને પણ ગાવા માટે કહે છે. હર્ષદીપ કૌરના કહ્યા બાદ આલિયા ગીત ગાય છે. આલિયાનો અવાજ સાંભળીને ચાહકો તેના દીવાના થઈ જાય છે. હવે ચાહકો આલિયાના આ વીડિયો પર કોમેન્ટ કરી તેની સિંગિંગના ખૂબ વખાણ કરી રહ્યા છે. અમુક ચાહકોએ કોમેન્ટ કરી કે આલિયામાં સિંગિંગનું હુનર પણ ખૂબ છે.

આલિયાનું વર્ક ફ્રન્ટ

આલિયા ભટ્ટ આગામી સમયમાં લવ એન્ડ વોર, જિગરા, યશરાજ બેનરની સ્પાઈ થ્રિલર અને બ્રહ્માસ્ત્ર 2 જેવી ઘણી મૂવીમાં નજર આવવાની છે.


Google NewsGoogle News