Get The App

VIDEO : લક્ઝુરિયસ કાર છોડી રિક્ષામાં બેસીને નીકળી આલિયા ભટ્ટ, જોતા રહી ગયા ફેન્સ

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
Alia Bhatt


Alia Bhatt Viral Video: આલિયા ભટ્ટ અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક તેની ફિલ્મોના કારણે તો ક્યારેક તેના અંગત જીવનને કારણે. તેનો હાલ એક વીડિયો વાયરલ થયો છે અને ચાહકોએ પણ કમેન્ટ્સનો મારો ચલાવ્યો છે. વાયરલ વીડિયોમાં તે પોતાની લાખો રૂપિયાની લક્ઝુરિયસ કાર છોડીને ઓટો રિક્ષામાં સવારી કરતી જોવા મળી છે. ઘણા લોકોએ તેની આ સ્ટાઈલના વખાણ કર્યા છે તો કેટલાક લોકોએ પીઆર સ્ટંટ ગણાવ્યો છે.

આલિયા ભટ્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે તેની ટીમ સાથે જોવા મળી હતી. આલિયા શા માટે પોતાની મોંઘીદાટ કારમાં સવારી કરવાના બદલે રિક્ષામાં સવારી કરી તે અંગે કોઈ માહિતી આપી નથી.



આલિયા ભટ્ટને સામાન્ય લોકોની જેમ ઓટો રિક્ષામાં મુસાફરી કરતો વીડિયો જોઈ એક યુઝરે કમેન્ટ કરી હતી કે, 'આલિયાએ પબ્લિસિટી સ્ટંટ કર્યો.' જ્યારે અન્ય એકે ટીપ્પણી કરી કે, 'પબ્લિસિટી મેડ એક્ટ્રેસ, પીઆર સ્ટંટ.' બીજાએ લખ્યું, 'ખોટો દેખાડો' વધુ એક કમેન્ટ આવી કે, 'આ બધું માત્ર કેમેરા માટે છે.'

આ પણ વાંચોઃ દિગ્ગજ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબીયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

12 વર્ષ પહેલાં કર્યું હતું ડેબ્યૂ

2012માં 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી એક્ટિંગ શરૂ કરનાર આલિયાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં 'રાઝી', 'ગલી બોય', 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'બ્રહ્માસ્ત્ર' અને 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' સમાવિષ્ટ છે. તે છેલ્લે 'જીગરા'માં જોવા મળી હતી.

હવે 2025માં જોવા મળશે તેની ફિલ્મ

આલિયા હવે 2025માં તેની નવી ફિલ્મ ‘આલ્ફા’માં જોવા મળશે. આ સિવાય તે સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. જેમાં વિક્કી કૌશલ અને રણબીર કપૂર પણ છે.  


VIDEO : લક્ઝુરિયસ કાર છોડી રિક્ષામાં બેસીને નીકળી આલિયા ભટ્ટ, જોતા રહી ગયા ફેન્સ 2 - image


Google NewsGoogle News