આલિયા ભટ્ટે પોતાના પ્રોડક્શનની 'જિગરા'નું શૂટિંગ શરુ કરી દીધું
- જાતે જ સેટ પરથી ફોટા શેર કર્યા
- પ્રોડયૂસર તરીકે આલિયાની આ બીજી ફિલ્મ, હજુ અન્ય કલાકારોની જાહેરાત બાકી
મુંબઈ : આલિયા ભટ્ટે પોતાની પ્રોડક્શન કંપનીની ફિલ્મ 'જિગરા' માટે શૂટિંગ શરુ કરી દીધું છે. આલિયાની પ્રોડયૂસર તરીકે આ બીજી ફિલ્મ ફિલ્મ છે. આ અગાઉ તેણે 'ડાર્લિંગ' ફિલ્મ બનાવી હતી.
આલિયાએ સેટ પરથી જાતે જ ફોટા શેર કર્યા હતા. તેમાં તે ફાઈનલ મેક અપ કરાવતી તથા કેટલાક ક્લોઝ અપ આપતી જોવા મળે છે. તેની બહેન શાહીન પણ આ વખતે તેની સાથે હતી.
આલિયાની સાથે અન્ય કોઈ સહકલાકારોના ફોટા જોવા મળ્યા નથી. આ ફિલ્મના અન્ય સહકલાકારોની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. પરંતુ, એટલું સ્પષ્ટ છે કે આલિયા પોતે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.
આ ફિલ્મનું દિગ્દર્શન વાસન બાલા કરી રહ્યો છે. કરણ જોહર ણ આલિયા સાથે સહ નિર્માતા તરીકે છે.
આલિયાએ હજુ થોડા સમય પહેલાં જ આ ફિલ્મ વિશે જાહેરાત કરી હતી. તે પછી તેણે જે ઝડપથી શૂટિંગ શરુ કરી દીધું છે તે પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મનું પ્રિ પ્રોડક્શન વાસ્તવમાં જાહેરાત પહેલાં જ થઈ ચૂક્યું છે.
આ ફિલ્મ બાદ આલિયા સંજય લીલા ભણશાળીની 'બૈજુ બાવરા'નું શૂટિંગ શરુ કરી દેશે.