આલૂજીનાં નવાં સંબોધનથી આલિયા ભટ્ટ ભડકી ગઈ
- આ બધું નવું શું માંડયું છે તેવો સવાલ
- એક ઈવેન્ટમાર્નવું સંબોધન કરનારા ફોટોગ્રાફર્સ પર નારાજ થયાનો વીડિયો વાયરલ
મુંબઇ : આલિયા ભટ્ટને એક ઈવેન્ટમાં આલૂજી કહીને સંબોધવામાં આવતાં તે ભારે ભડકી ગઈ હતી. તેણે આવું સંબોધન કરનારાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
સામાન્ય રીતે કોઈ ઈવેન્ટમાં કે અન્યત્ર પાપારાઝી ફોટોગ્રાફર્સ તમામ સ્ટાર્સને નામજોગ બોલાવતા હોય છે અને તેમને ચોક્કસ પોઝ આપવા કહેતા હોય છે. રણબીર છેલ્લા કેટલાક સમયથી આ ફોટોગ્રાફર્સ પર બહુ ભડકે છે અને વારંવાર તેમને પાછા કાઢે છે. જોકે, આલિયાનો ફોટોગ્રાફર્સ સાથેનો વ્યવહાર એકંદરે સૌમ્ય રહ્યો છે.
પરંતુ, તાજેતરમાં એક ઈવેન્ટમાં ફોટોગ્રાફર્સ દ્વારા આલિયાને પોઝ આપવાનું કહેતી વખતે આલૂજી એવું સંબોધન કરાતાં આલિયા પણ વિફરી હતી. આ બધું શું નવું નવું માડયું છે એમ કહી તેણે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
જોકે, ફોટોગ્રાફર્સએ વાત વાળી લેવા બાદમાં તેને રાહાના સમાચાર પૂછ્યા હતા. દીકરીની વાત નીકળતાં તેનો ગુસ્સો વરાળ થઈ ગયો હતો અને તેણે સહજતાથી જવાબ આપ્યા હતા.