આલિયા ભટ્ટને કિશોર કુમાર કોણ છે એ ખબર જ ન હતી
- રણબીર કપૂરે જાતે જ પેપર ફોડયું
- જોકે, રણબીર ઉલ્લેખ કરે છે એ સમયે આલિયા નવ વર્ષની હતી તેથી અજાણ હશે તેવો ચાહકોનો બચાવ
મુંબઇ : આલિયા ભટ્ટને પોતે પહેલીવાર મળ્યો ત્યારે તેને કિશોર કુમાર વિશે કોઈ જ માહિતી ન હતી તેવો ઘટસ્ફોટ ખુદ રણબીર કપૂરે કર્યો છે.
ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રણબીરના આ ઘટસ્ફોટ બાદ અનેક લોકોએ સોશિયલ મીડિયા પર આલિયાને ટ્રોલ કરી હતી. જોકે, કેટલાક લોકોએ આલિયાનો એમ કહીને બચાવ કર્યો હતો કે રણબીર આલિયાને પહેલીવાર મળ્યો ત્યારે તે નવ વર્ષની જ હતી. એ સમયે એક બાળક તરીકે તેને બોલીવૂડ વિશે અને ખાસ તો ભૂતકાળના સ્ટાર્સ વિશે ખાસ જાણકારી ન હોય તે બનવા જોગ છે.
રણબીર કેવી રીતે જૂના કલાકારોને લોકો ભૂલી જતા હોય છે તે જણાવી રહ્યો હતો તે સંદર્ભમાં જ તેણે આ વાત કરી હતી. આ દરમિયાન રણબીરે રાજકપૂર ફિલ્મ ફેસ્ટિવલની ઘોષણા કરી હતી. રણબીરે પોતાના દાદા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતુ ંકે, રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલ ૧૩ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં તેમની જૂની ફિલ્મો રીલિઝ કરાશે.
રણબીરે રાજ કપૂરની બાયોપિક પણ વિચારણા હેઠળ હોવાનું જણાવ્યું હતું.