નાનાનું નિધન થતાં આલિયા ભટ્ટ ગમગીન બની
- કરણ જોહર, મસાબાએ સાંત્વના પાઠવી
- નાનાએ રાહાને પણ રમાડી હોવાના આશ્વાસન સાથે આલિયાએ ભાવુક પોસ્ટ મૂકી
મુંબઇ : આલિયા ભટ્ટના નાના અને પીઢ અભિનેત્રી સોની રાઝદાનના પિતા નરેન્દ્રનાથ રાઝદાનનું ૯૫ વરસની વયે મુંબઇમાં નિધન થયું છે. મિડીયા રિપોર્ટસના અનુસાર, તેમને વયના કારણે ફેંફસામાં તકલીફ થવાથી થોડા દિવસોથી તેમની તબિયતા ખરાબ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નાનાના નિધનથી આલિયા ભારે ગમગીન બની હતી. તેને કરણ જોહર તથા મસાબા સહિતના મિત્રોએ સાંત્વન પાઠવ્યું હતું.
આલિયા એક એવોર્ડ શો માટે વિદેશ જવાની હતી. પરંતુ નાનાની તબિયત વધારે પડતી બગડી હોવાથી તેણે પોતાનું શેડયુલ કેન્સલ કર્યુ ંહતું.
આલિયા ભટ્ટે એક વીડિયો શેર કરીને નાનાજીનું નિધન થયાનું જણાવ્યું હતું તેણે સાથે એક નોટ પણ શેર કરી હતી. વીડિયોમાં તેણે નાનાના ૮૨ના જન્મદિવસનો કેક કાપતી તસવીર મુકી હતી આલિયાએ લક્યુ ંહતુ ંકે, મારા નાનાજી, મારા હીરો, ૯૩ ની વય સુધી કામ કરતા હતા અને ગોલ્ફ રમતા હતા. સૌથી સારી ઓમલેટ તે બનાવતા હતા. તેમણે મારી દીકરીને પણ રમાડી હતી. તેમને ક્રિકેટની રમત બહુ પસંદ હતી. નાનપણમાં અમને વાર્તાઓ કહેતા, વાયોલિન ગાડતા. હતા. મારા દિલમાં દુખની સાથેસાથે ખુશી અને સંતોષ પણ છે. તેમણે અમને હંમેશા ખુશી આપી છે અને આ માટે અમે ધન્ય અને આભારી મહેસૂસ કરીએ છીએ કે અમારો ઉછેર તેમણે કર્યો.
આલિયાની આ પોસ્ટ નીચે અનેક ચાહકોએ અંજલિ પાઠવી હતી. આલિયાના બોલીવીૂડના સંખ્યાબંધ મિત્રોએ તેને હિંમત બંધાવી હતી.