બિકિની નહીં પહેરું, ઈન્ટિમેટ સીનની તો વાત જ દૂર...' એક્ટ્રેસે કહ્યું, પિતાને નિરાશ નથી કરવા
Alfia Jafry Said never to Disappoint Father: નિર્માતા રૂમી જાફરીની પુત્રી આલ્ફિયા જાફરીએ હાલમાં જ 'ધ ટ્રાઈબ' સીરિઝથી ડેબ્યૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર આ સીરિઝની જબરદસ્ત ચર્ચા છે. આ અંગે આલ્ફિયા કહે છે કે, મારું બેકગ્રાઉન્ડ ફિલ્મ જગત સાથે જ સંકળાયેલું છે. આમ છતાં, હું મારા પિતાની મદદ લેવા નથી માંગતી.
હું ક્યારેય સ્ક્રીન પર બિકિની નહીં પહેરું
આલ્ફિયાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘હું મારા પિતાની મદદ લેવા નથી માંગતી, પરંતુ તેમને નિરાશ કરવા પણ નથી માંગતી. એટલે જ હું ફિલ્મોમાં ક્યારેય એવા સીન્સ નહીં આપું, જેથી મારા પિતાની આંખો ઝૂકી જાય. હું સ્ક્રીન પર બિકિની નહીં પહેરું. મારા માટે સિદ્ધાંતોથી મહત્ત્વનું કંઈ નથી.’
મેં ક્યારેય મારા પિતાની મદદ લીધી નથી
આ ઈન્ટરવ્યૂમાં અલ્ફિયાએ નેપોટિઝમ વિશે પણ જવાબ આપ્યા હતા. તેણે કહ્યું કે, ‘મને ખબર છે કે, મને નેપો પ્રોડક્ટ પણ કહી દેવાશે, પરંતુ હું જાણું છું કે, મેં મારા પિતાની મદદ લીધી નથી. મારા પિતા જ મારા વખાણ કરે, એવું નહીં થાય. મારો સંઘર્ષ મારે જ કરવો પડશે.’
આ પણ વાંચો : પાઈરેટ્સ ઓફ કેરેબિયનમાંથી જ્હોની ડેપનું પત્તું કપાતાં ચાહકો નારાજ
આમિર મુહમ્મદ હક સાથે લગ્ન કર્યા હતા, પરંતુ...
આલ્ફિયા જાફરીએ 6 ઓગસ્ટ 2021ના રોજ આમિર મુહમ્મદ હક સાથે લગ્ન કર્યા હતા. જો કે થોડા જ સમયમાં તેમણે છુટાછેડા લઈ લીધા હતા. એ આઘાતમાંથી બહાર આવતા તેને ઘણો સમય લાગ્યો. એ વખતે આલ્ફિયા સોશિયલ મીડિયાની દુનિયામાંથી પણ બે વર્ષ સુધી ગાયબ હતી.