અક્ષયની સ્કાઇ ફોર્સ પર મધ્ય પૂર્વના ઘણા ક્ષેત્રોમાં પ્રતિબંધ મૂકાયો
- યુએઇ. સાઉદી અરેબિયા,કતાર, ઓમાન વગેરેમાં રિલીઝ કરવામાં નહીં આવે
મુંબઇ : અક્ષય કુમારની સ્કાઇ ફોર્સને દુનિયાભરમાં સારી રિલીઝ મળી છે. પરંતુ સાથેસાથે આ ફિલ્મને એશિયાના ઘણા હિસ્સાઓ જેવા ક ેયુએઇ. સાઉદી ્રેબિયા, કતાર, ઓમાન વગેરેમાં રિલીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે પ્રતિબંધનું કારણ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી. પરંતુ બોલીવૂડના માંધાતાઓના અનુસાર, આ ફિલ્મ ભારત અને પાકિસ્તાનના તનાવ પર આધારિત છે. તેથી ભૂતકાળમાં પણ મધ્ય પૂર્વના દેશોએ આવી ફિલ્મો પર પ્રતિબંધ લાદ્યો હતો.આ ફિલ્મ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારત દ્વારા કરવામાં આવેલા પહેલા હવાઇ હુમલા પર કેન્દ્રિત છે.
જ્યારે બીજી બાજુ એમ પણ કહેવાઇ રહ્યું છે કે, સ્કાઇ ફોર્સ રાષ્ટ્રવાદી ફિલ્મ નથી અને તેમાં પાકિસ્તાનની આલોચના કરવામાં આવી નથી.
જ્યારે બોલીવૂડની અન્ય ફિલ્મોમાં આમ થયુ ંહોવાથી મધ્ય પૂર્વના દેશોએ ફિલ્મો પર પ્રતિબંધ મુક્યો હતો. પરંતુ સ્કાઇ ફોર્સ સાથે આમ થયું એ આશ્ચર્યજનક સમાન છે.
ફાઇટર, આર્ટિકલ ૩૭૦ ,ટાઇગર ૩, સાઉથની ફિલ્મ બીસ્ટ વગેરે જેવી ફિલ્મો ભારત-પાકિસ્તાનના સંબંધો તેમજ આતંકવાદ પર આધારિત હોવાથી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.