Get The App

2024માં 535 કરોડમાં બનેલી અક્ષયની ફિલ્મોમાં 75 ટકા ખોટ

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
2024માં 535 કરોડમાં બનેલી અક્ષયની  ફિલ્મોમાં 75 ટકા ખોટ 1 - image


૨૦૨૪નો ફલોપ સ્ટાર પુરવાર થયો

અક્ષયની 'બડે મિયાં છોટે મિયાં' ૩૫૦ કરોડમાં બની હતી. 

મુંબઈ: અક્ષય કુમાર માટે ૨૦૨૪નું વર્ષ અપશુકનિયાળ પુરવાર થયું છે. આ વર્ષમાં તેની ૫૩૫ કરોડના બજેટમાં બનેલી ફિલ્મોની કમાણી માંડ પચ્ચીસેક ટકા જેટલી રહી છે. અક્ષયનાં મોટાં નામ પર જંગી રોકાણ કરનારા નિર્માતાઓની હાલત કફોડી થઈ ગઇ છે. 

આ ફિલ્મ એટલી હદે ફલોપ ગઈ કે નિર્માતા તેના કલાકારો તથા અન્ય ક્રૂ મેમ્બર્સને પૂરું પેમેન્ટ કરી શક્યા નથી અને તેમણે કેટલીક પ્રોપર્ટી વેચવાના વારો આવ્યો છે. વર્ષની સૌથી જંગી બજેટ ધરાવતી ફિલ્મોમાની એક આ ફિલ્મ થિયેટર્સમાં બે દિવસ પણ ચાલી ન હતી. 

અક્ષયની ૧૦૦ કરોડના બજેટમાં બનેલી 'ખેલ ખેલ મેં' અને ૮૫ કરોડના બજેટમાં બનેલી 'સરફિરા' પણ સદંતર ફલોપ પુરવાર થઈ છે. અક્ષય કુમાર ચવાઈ ગયેલી એક્શન ફિલ્મો અથવા તો બાયોપિકની ફોર્મ્યૂલામાં ફસાઈ ગયો છે. તેનો એક ચોક્કસ ચાહક વર્ગ હતો જે તેની ગમે તેવી ફાલતુ ફિલ્મો જોવા પણ પહોંચી જતો હતો. પરંતુ, આ વર્ગ હવે અદ્રશ્ય બની ગયો છે. હજુ થોડાં વર્ષો પહેલાં નિર્માતાઓ અક્ષયની ફિલ્મ પર આંખો મીંચીને પૈસા લગાડવા તૈયાર હતા. 

પરંતુ, હવે તે બોક્સ ઓફિસની રીતે એક જોખમી કલાકાર બની ચૂક્યો છે.


Google NewsGoogle News