સ્ત્રી-થ્રીમાં પણ અક્ષય કુમારનો રોલ હોવાનું કન્ફર્મ થયું
સ્ત્રી-થ્રીના સર્જકોએ સત્તાવાર પુષ્ટિ કરી
મુંબઈ: શ્રદ્ધા કપૂર અને રાજ કુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી થ્રી' ૨૦૨૭ના ઓગસ્ટમાં રીલિઝ થવાની છે તેવી જાહેરાત તાજેતરમાં કરાઈ છે. હવે એ પણ કન્ફર્મ થયું છે કે આ ફિલ્મમાં પણ અક્ષય કુમારની ભૂમિકા હશે.
ફિલ્મના નિર્માતા દિનેશ વિજને જ આ વાત કન્ફર્મ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ હોરર કોમેડીમાં પણ અક્ષય કુમાર જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે 'સ્ત્રી ટૂ'માં અક્ષય કુમારનો બહુ નાનો રોલ હતો. તેની પાછલાં વર્ષોમાં મોટાભાગની ફિલ્મો નિષ્ફળ ગઈ છે. પરંતુ, 'સ્ત્રી ટૂ'ની સફળતાના કારણે તેની કારકિર્દીમાં એક હિટ ફિલ્મ ઉમેરાઈ ગઈ છે.
અક્ષય કુમાર અગાઉ હોરર કોમેડી ફ્રેન્ચાઈઝી 'ભૂલભૂલૈયા ' ગુમાવી ચૂક્યો છે. તેની પહેલી ફિલ્મમાં અક્ષય કુમાર હતો. પરંતુ બાદની ફિલ્મોમાં અક્ષયનો રોલ કાર્તિક આર્યન ઝૂંટવી ચૂક્યો છે.