અક્ષય કુમારનો જૂનો વીડિયો વાયરલ, 'એક્ટ્રેસ ફિગર બનાવી રાખે તો લગ્ન પછી પણ કરી શકે છે કામ'
Image: Facebook
Akshay Kumar On Actresses Post Marriage Career: અક્ષય કુમાર હાલ પોતાની નવી ફિલ્મ 'સિંઘમ અગેન' ની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેનો એક જૂનો વીડિયો સામે આવ્યો. જેમાં તે લગ્ન બાદ મહિલાઓના કરિયર પર પોતાના વિચાર શેર કરી રહ્યો હતો.
આ વીડિયો 1990ના દાયકાનો છે જેમાં અક્ષય કુમાર જણાવે છે કે લગ્ન બાદ હિરોઈનોની સાથે શું થાય છે. ક્લિપમાં તેણે પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું, 'મને એવું નથી લાગતું પરંતુ હકીકતમાં આવું જ છે કે લગ્ન બાદ હિરોઈન કાં તો કામ કરવાનું બંધ કરી દે છે અથવા તેનો પતિ કામ કરવાનું બંધ કરાવી દે છે. તો આ પાયાની બાબતો હોય છે. તેથી તે ઈન્ડસ્ટ્રી છોડી દે છે કે જતી રહે છે. મે વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં આ જ જોયું છે.'
એક્ટ્રેસ ફિગર બનાવી રાખે અને પરફેક્ટ રહે
અક્ષય કુમાર આગળ કહે છે કે 'મને લાગે છે કે તે હજુ પણ આગળ વધી શકે છે, તે પોતાનું ફિગર બનાવી રાખે અને પરફેક્ટ રહે. આખરે તે એક હિરોઈન છે, તે આગળ વધી શકે છે. તે આટલા વર્ષોથી આગળ વધી રહી છે. લગ્ન બાદ પણ આગળ વધી શકે છે અને લગ્ન બાદ ઘણી હિરોઈન હોય છે જે ખૂબ સારી રીતે પોતાનું ફિગર જાળવી રાખે છે.'
અક્ષય સાથે લગ્ન કર્યાં બાદ પણ કામ કરી રહી છે ટ્વિન્કલ ખન્ના
અક્ષય કુમારે ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન કર્યાં છે, જેણે લગ્ન બાદ પણ કામ કરવાનું ચાલુ રાખ્યુ. જોકે લગ્ન બાદ તે ફિલ્મોમાં જોવા મળી નહીં પરંતુ તેની પોતાની યુટ્યૂબ ચેનલ અને 'ટ્વીક' નામથી તેનું પોતાનું પબ્લિકેશન છે. યો ડિજિટલ મીડિયા કંપની મોર્ડન ભારતીય મહિલાઓને ઘણા જુદા-જુદા મુદ્દા પર વાતચીત કરવા અને તેની પર પોતાના વિચાર શેર કરવાની તક આપે છે. ટ્વિન્કલ ખન્ના ન્યૂઝ પેપર માટે કોલમ્સ પણ લખે છે.