અક્ષય કુમારની આગામી ફિલ્મમાં 14 પીઢ કલાકારોનો કાફલો જોવા મળશે
- આ એક કોમેડી ફિલ્મ છે જે 6 જુનના રોજ રિલીઝ કરવામાં આવશે
મુંબઇ : અક્ષય કુમાર બોક્સ ઓફિસ પર સતત નિષ્ફળ જઇ રહ્યો છે. હવે અભિનેતા તેમજ તેના ચાહકોની નજર તેની આગામી ફિલ્મ હાઉસફુલ ૫ પર ટકી છે. આ એક સંપૂર્ણ કોમેડી ફિલ્મ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ આ ફિલ્મમાં ૧૪ પીઢ અને અનુભવી કલાકારોનો કાફલો જોવા મળવાનો છે. આ ફિલ્મ ૬ જુનના રોજ થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.
અક્ષય કુમારના ચાહકો હાઉસફુલ ૫ વિક્કી કોશલની છાવાનો રેકોર્ડ તોડશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
હાફસફુલ ૫ને સાજિદ નડિયાદવાળાએ નિર્માણ કરી છે અને તરુણ મુનાક્ષણીનું દિગ્દર્શન છે. આ ફિલ્મમાં બોલીવૂડના ૧૪ કલાકારોને સમાવવામાં આવ્યા છે. જેઓ ફિલ્મમાં કોમેડીનો કરતા જોવા મળવાના છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત, અભિષેક બચ્ચન, નાના પાટેકર, શ્રેયસ તલપડે, ચિત્રાંગદા સિંહ, દેકલીન ફર્નાડિસ, નરગિસ ફકરી, જેકી શ્રોફ, સોનમ બાજવા, જોની લીવર, ડીનો માર્યા, રિતેશ દેશમુખ, અર્ચના પૂરણ સિંહ, ચંકી પાડે, રંજીત બેદી અને નિકેતન ધીર જેવા કલાકારો જોવા મળવાના છે.
ઉલેખ્ખનીય છે કે, હાઉસફુલ ફ્રેન્ચાઇજી બોલીવૂડની સૌથી વધુ હિટ કોમેડી ફિલ્મોમાંની એક છ. જે પહેલી વખત ૨૦૧૦માં રિલીઝ થઇ હતી. હવે ૨૦૨૫માં તેની પાંચમી ફ્રેન્ચાઇઝી રિલીઝ થવાની છે.