અક્ષય કુમારની નવી હોરર કોમેડીનું ટાઈટલ ભૂતબંગલા નક્કી થયું

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
અક્ષય કુમારની નવી હોરર કોમેડીનું ટાઈટલ ભૂતબંગલા નક્કી થયું 1 - image


- અક્ષય કુમારના જન્મદિન નિમિત્તે પોસ્ટર રીલિઝ

મુંબઇ : અક્ષય કુમારની પ્રિયદર્શનના દિગ્દર્શન હેઠળની  હોરર કોમેડી ફિલ્મનું ટાઈટલ 'ભૂતબંગલા' નક્કી થયું છે. અક્ષયના જન્મદિને આ ટાઈટલ સાથે પોસ્ટર રીલિઝ કરાયું હતું. રૂપેરી પડદા પર અક્ષય કુમાર સતત નિષ્ફળ જઇ રહ્યો છે. હિટ ફિલ્મ માટે તે રીતસર ફાંફા મારી રહ્યો છે. તેવામાં તેણે હવે પ્રિયદર્શન સાથે ૧૪ વરસ પછી એક હોરર-કોમેડી ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય લીધો છે.  પ્રિયદર્શન અને અક્ષયની જોડીએ ભૂતકાળમાં 'હેરાફેરી', 'ભાગમભાગ' સહિતની ફિલ્મો આપી છે. અક્ષય કુમાર જાતે ફિલ્મનો નિર્માતા પણ છે. આ ઉપરાંત એકતા કપૂર તેની સહનિર્માતા છે. આ ફિલ્મ ૨૦૨૫માં રીલિઝ થશે. 


Google NewsGoogle News