અક્ષય કુમારની જોલી એલએલબીની રીલિઝ ચાર મહિના પાછી ઠેલાઈ
- એપ્રિલને બદલે ઓગસ્ટમાં રીલિઝ કરાશે
- કરણ જોહરે એપ્રિલ માં કેસરી ટૂની રીલિઝ નક્કી કરતાં તારીખો બદલાઈ
મુંબઇ : અક્ષય કુમાર અને અરશદ વારસીની જોલી એલએલબી ૩ની રીલિઝ ચાર મહિના પાછળ ઠેલાઈ છે. પૂર્વ યોજના અનુસાર, આ ફિલ્મને પહેલા એપ્રિલ મહિનામાં રીલિઝ કરવામાં આવવાની હતી. પરંતુ તે ઓગસ્ટમાં રીલિઝ થશે.
કરણ જોહરે ૧૮ એપ્રિલના રોજ 'કેસરી ટૂ'ને રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યો છે. તેને પગલે અક્ષય કુમારની બે ફિલ્મો આગળ પાછળ ન થઈ જાય એટલે 'જોલી એલએલબી થ્રી'ને પાછળ ઠેલવામાં આવી છે.