રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ હોવા છતાં પણ અક્ષય કુમાર જોર્ડનમાં શું કરે છે?
Akshay Kumar Tiger Video: અયોધ્યામાં રામલલાના આગમનની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. અયોધ્યામાં આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ બપોરે 12.20 કલાકે શરૂ થઇ અને એક વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થઈ. આ શુભ અવસર પર બોલિવૂડની ઘણી હસ્તી પણ અયોધ્યા પહોંચી. અનેક સ્ટાર્સ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના સાક્ષી બન્યા.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં અક્ષય નહિ થાય સામેલ
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે મોટા સ્ટાર્સ અયોધ્યામાં હાજરી આપી, જેમાં અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, સોનુ નિગમ, વિવેક ઓબેરોય, કેટરીના કૈફ, વિકી કૌશલ, માધુરી દીક્ષિત સહિતની હસ્તી સામેલ રહી. અક્ષય કુમારને પણ આ સમારોહનો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે તે અયોધ્યા આવી શક્યો નહીં, પરંતુ આ પ્રસંગે તેણે ટાઈગર શ્રોફ સાથે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બંને રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના તમામ દેશવાસીઓને અભિનંદન આપી રહ્યા છે. હવે ચાલો જાણીએ કે આવું કેમ છે.
અક્ષય અને ટાઈગરે પાઠવી શુભેચ્છા
આ દિવસોમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ તેમની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેઓ હાલ જોર્ડનમાં છે અને ત્યાંથી તેમણે વીડિયો શેર કરીને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વીડિયોમાં અક્ષય અને ટાઈગરે કહ્યું કે, 'જય શ્રી રામ, આજનો દિવસ સમગ્ર વિશ્વના રામ ભક્તો માટે મોટો દિવસ છે. કેટલાય વર્ષો પછી આ દિવસ આવ્યો છે કે રામલલા અયોધ્યામાં પોતાના ઘરે, ભવ્ય મંદિરે આવી રહ્યા છે. આપણે નાનપણથી આ વિશે ઘણું સાંભળ્યું છે અને આજે આ દિવસને જોવો એ મોટી વાત છે. અમે તે ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ કે અમે દીવા પ્રગટાવીને રામોત્સવ ઊજવીશું. અમારા બંને તરફથી તમને અને તમારા પરિવારને આ શુભ દિવસની શુભકામનાઓ. જય શ્રી રામ.'