Get The App

જાણીતા અભિનેતા અક્ષય કુમારને થયો કોરોના, ફિલ્મ પ્રમોશન દરમિયાન જ તબીયત લથડી

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
Akshay Kumar at India's Most Stylish Awards 2023
Image : IANS

Akshay Kumar Tests Positive for Covid-19: બોલિવૂડ સ્ટાર અક્ષર કુમારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.   ફિલ્મ સરફિરાના પ્રમોશન દરમિયાન જ અક્ષય કુમાર કોરોનાની લપેટમાં આવી ગયો હોવાનો ખુલાસો થયો છે. તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે અક્ષય કુમારે પોતાને આઈસોલેટ કરી લીધો છે.

ફક્ત અક્ષય નહીં પણ ટીમના અન્ય સભ્યો પણ લપેટાયા 

માહિતી અનુસાર ફક્ત જાણીતા અભિનેતા અક્ષય કુમાર જ કોરોના પોઝિટિવ નથી થયા પરંતુ તેમની ટીમના ઘણા લોકો કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. 

ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રો શું બોલ્યાં જુઓ 

આ ઘટના વિશે જાણકારી ધરાવતા સરફિરા ફિલ્મના પ્રોડક્શન હાઉસના એક નજીકના સૂત્રએ કહ્યું કે અક્ષય કુમાર તેમની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા. આ દરમિયાન જ તેમની તબીયત લથડી પડી હતી. ત્યારે જ તેમને એ વાતની જાણકારી મળી કે પ્રમોશનના અમુક ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેના બાદ અક્ષય કુમારે પોતાનો રિપોર્ટ કરાવ્યો તો તે પોતે પણ પોઝિટિવ મળી આવ્યો હતો.

અક્ષયે ખુદને આઇસોલેટ કર્યો 

સૂત્રોએ જણાવ્યું કે અક્ષય કુમારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા અભિનેતા હવે ન તો તેની ફિલ્મ સરફિરાનું પ્રમોશન કરશે અને ન તો અનંત અંબાણીના લગ્ન સમારોહમાં હાજરી આપશે. અક્ષયે પોતાને આઈસોલેટ કરી લીધો છે અને હજુ પણ તે ક્વૉરન્ટાઈન છે. 

આ પણ વાંચો : લોકો બોડી શેમિંગ કરતા...છોકરાઓ સાથે રૂમ પણ શેર કર્યો..' સાઉથની અભિનેત્રીના ચોંકાવનારા ખુલાસા

જાણીતા અભિનેતા અક્ષય કુમારને થયો કોરોના, ફિલ્મ પ્રમોશન દરમિયાન જ તબીયત લથડી 2 - image


Google NewsGoogle News