અક્ષય કુમારે ભૂત બંગલા ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું
- 2026માં રીલિઝ કરવાનું પ્લાનિંગ
મુંબઇ : અક્ષય કુમારે પ્રિયદર્શન સાથેની આગામી ફિલ્મ ભૂત બંગલાનું શૂટિંગ શરૂ કરી દીધું છે. કલાકાર અને દિગ્દર્શકની આ જોડી ૧૪ વરસ પછી ફરી સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ ૨૦૨૬ની બીજી એપ્રિલે રીલિઝ કરવાનું પ્લાનિંગ છે.
અક્ષયે સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કરીને જણાવ્યું હતું કે અમે હોરર કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી રહ્યા છીએ.
બ્લેક મેજિક પરની આ ફિલ્મમાંત્રણ અભિનેત્રીઓ હશે. જેમાંની એક વામિકા ગબ્બી હશે. અન્ય બે અભિનેત્રીઓનું નામ જાહેર થવાની રાહ જોવાઈ રહી છે.