Get The App

અક્ષય કુમાર- શિલ્પા શેટ્ટીની 'ધડકન'ની સિકવલ આવશે

Updated: Sep 14th, 2023


Google News
Google News
અક્ષય કુમાર- શિલ્પા શેટ્ટીની 'ધડકન'ની સિકવલ આવશે 1 - image


જોકે, મૂળ ફિલ્મના કલાકારો રીપીટ થશે કે કેમ તે અંગે હજુ જાહેરાત બાકી

મુંબઇ: અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી અને સુનિલ શેટ્ટીની  મ્યુઝિકલ હિટ ફિલ્મ 'ધડકન'ની પણ સિકવલ બનાવવાની જાહેરાત થઈ છે.  ફિલ્મ સર્જક ધર્મેશ દર્શને 'ધડકન'ની સિકવલની તૈયારી શરુ થઈ ગઈ હોવાનું કર્ન્ફ્મ કર્યુ ંહતું. ફિલ્મના  નિર્માતા દ્વારા આ મુદ્દે દરખાસ્ત પણ આવી ચૂકી છે. જોકે, ફિલ્મના   મૂળ કલાકારોને જ નવી વાર્તા સાથે રીપીટ કરાશે કે પછી તેમની ભૂમિકા ગૌણ કરી નવા કલાકારોને પ્રાધાન્ય અપાશે પછી તદ્દન નવી કાસ્ટ સાથે ફિલ્મ બનાવાશે તે મુદ્દે હજુ સુધી કોઈ જાહેરાત કરાઈ નથી.  મૂળ 'ધડકન' ફિલ્મ ૨૦૦૦ની સાલમાં આવી હતી. આ  ફિલ્મનાં તમામ ગીતો સુપરહિટ બન્યાં હતાં. આ ફિલ્મ શિલ્પા શેટ્ટીની કારકિર્દીની સૌથી મહત્વની ફિલ્મોમાંની એક ગણાય છે.  તાજેતરમાં 'ગદ્દર'ની સિક્વલ 'ગદ્દર ટૂ' હિટ થઈ છે. આ ઉપરાંત 'દ્શ્યમ'ની સિક્વલ 'દૃશ્યમ ટૂ' પણ હિટ થઈ છે. ત ેપરથી નિર્માતા હવે 'ધડકન'ની પણ સિક્વલ બનાવવા ઈચ્છતા હોવાનું કહેવાય છે. 

Tags :
Akshay-Kumar-Shilpa-ShettyDhadkan-will-have-a-sequel

Google News
Google News