અક્ષય કુમારે બોરીવલીનો અપાર્ટમેન્ટ 4.25 કરોડ રૂપિયામાં વેચી નાખ્યો
- 1073 સ્કે. ફૂટમાં ફ્લાયેલા આ ફ્લેટ સાથે બે કાર પાર્કિંગ સામેલ
મુંબઇ : હાલ બોલીવૂડની સેલિબ્રિટીઓ પ્રોપર્ટીમાં લે-વેચ કરી રહ્યા છે. જેમાં અક્ષય કુમારનો પણસમાવેશ થઇ ગયો છે. અક્ષય કુમારે બોરીવલીનો ૧૦૭૩ સ્કે. ફૂટનો અપાર્ટમેન્ટ રૂપિયા ૪.૨૫ કરોડમાં વેંચ્યો છે.જેની સાથે ૨ કાર પાર્કિંગ પણ સામેલ છે. આ ફ્લેટ માટે અભિનેતાએ સ્ટેમ્પ ડયુટીના ૨૫. ૫ લાખ અને રજિસ્ટ્રેશનના ૩૦,૦૦૦ રૂપિયા ભર્યા છે.
અક્ષય કુમારેઆ ફ્લેટ નવેમ્બર ૨૦૧૭માં ૨.૩૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જેની કિંમતમાં ૭ વર્ષમાં ૭૮ ટકા વૃદ્ધિ થઇ છે.
અક્ષય કુમારનો આ ફ્લેટ બોરિવલી ઇસ્ટમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન નજીક આવેલો છે. જેની ચારેકોર હરિયાલી છવાયેલી છે. તેમજ ત્યાંથી સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન અને કેનેરી કેવ્સજેવા આકર્ષણાની કનેક્ટિવિટી પણ છે.