સિંગર બન્યા અક્ષય કુમાર, 'શંભુ' ગીત કર્યું રિલીઝ, મહાદેવના અવતારમાં જોવા મળ્યા એક્ટર

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
સિંગર બન્યા અક્ષય કુમાર, 'શંભુ' ગીત કર્યું રિલીઝ, મહાદેવના અવતારમાં જોવા મળ્યા એક્ટર 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 05 ફેબ્રુઆરી 2024 સોમવાર

અક્ષય કુમાર પોતાના શાનદાર અભિનય માટે જાણીતા છે. એક્શનથી લઈને કોમેડી સુધી એક્ટરનો દરેક અંદાજ ચાહકોને પસંદ આવ્યો છે. હવે ખેલાડી કુમારે સિંગિંગમાં હાથ અજમાવ્યો છે. તેમણે પોતાનો મ્યૂઝિક વીડિયો શંભુ રિલીઝ કર્યુ. જેમાં એક્ટર મહાદેવના અવતારમાં નજર આવી રહ્યા છે. અક્ષય કુમારે તાજેતરમાં જ શંભુનું ટીઝર શેર કર્યુ હતુ અને રિલીઝની જાણકારી આપી હતી. હવે 5 ફેબ્રુઆરીએ ગીત રિલીઝ કરી દેવાયુ છે.

અક્ષયનો મહાદેવ અવતાર

શંભુના ટાઈટલ વાળા આ ગીતને અક્ષય કુમારે પોતાનો અવાજ આપ્યો છે. આ સાથે જ વીડિયોમાં તેમણે પરફોર્મ પણ કર્યુ છે. શંભુના વીડિયોમાં અક્ષય, ફિલ્મ ઓએમજી 2 વાળા લુકમાં નજર આવી રહ્યા છે. ફિલ્મમાં તેમણે શિવના દૂતનો રોલ નિભાવ્યો હતો. શંભુમાં તેઓ પોતે મહાદેવ બનેલા નજર આવી રહ્યા છે.

અક્ષયની ટીમ

શંભુને અક્ષય કુમારે સુધીર યદુવંશી અને વિક્રમ મોન્ટ્રોજની સાથે મળીને ગાયુ છે. ગીતના લિરિક્સ અભિનવ શેખરે લખ્યા છે જ્યારે કોરિયોગ્રાફી ગણેશ આચાર્યએ કરી છે. 

અક્ષયની આવનારી ફિલ્મો

અક્ષય કુમાર મલ્ટીપલ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. જેમાં સૌથી આગળ તેમની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ચાલી રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવાયુ હતુ, જેમાં અક્ષય, ટાઈગર શ્રોફની સાથે એક્શન કરતા નજર આવ્યા હતા.

અક્ષય કુમાર પાસે ઘણી ફિલ્મો

અક્ષય કુમારે શુક્રવારે ફિલ્મનું શૂટિંગ ખતમ થયાની જાણકારી પણ શેર કરી હતી જે અત્યાર સુધી જોર્ડનમાં ચાલી રહ્યુ હતુ. બડે મિયાં છોટે મિયાં સિવાય અક્ષય કુમારના ખાતામાં હાઉસફુલ 5, રાઉડી રાઠોર 2, વેલકમ 3 અને સ્કાય ફોર્સ સહિત ઘણા પ્રોજેક્ટ્સ છે.


Google NewsGoogle News