Welcome 3: 20 વર્ષ બાદ રવીના ટંડન સાથે કામ કરવા અંગે અક્ષય કુમારે કર્યો આ ખુલાસો
Image Source: Twitter
મુંબઈ, તા. 12 ઓક્ટોબર 2023 ગુરૂવાર
અક્ષય કુમાર અત્યારે પોતાની તાજેતરની રિલીઝ ફિલ્મ મિશન રાનીગંજને લઈને ચર્ચામાં છે. એક્ટર ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ અક્ષય કુમારે પોતાની અપકમિંગ ફિલ્મ વેલકમ ટુ ધ જંગલનું એલાન કર્યુ હતુ. આ ફિલ્મની આખી સ્ટારકાસ્ટનું પણ એલાન કરી દેવાયુ હતુ. આ ફિલ્મ વેલકમ ફ્રેન્ચાઈઝીની છે. આ ફિલ્મની જાહેરાત બાદથી જ એ કન્ફર્મ થઈ ગયુ હતુ કે અક્ષય કુમાર એક વખત ફરી રવીના ટંડન સાથે કામ કરતા નજર આવશે. વર્ષ 2024માં ક્રિસમસના અવસરે ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી શકે છે. હવે અક્ષય કુમારે ફિલ્મની સ્ટાર કાસ્ટ અને રવીના ટંડન સાથે બીજી વખત કામ કરવા અંગે વાત કરી છે. તેમણે વર્ષો બાદ બીજી વખત કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે.
અક્ષય કુમારે શેર કર્યો અનુભવ
અક્ષય કુમારે કહ્યુ, અમે વેલકમ ટુ ધ જંગલ નામની એક ફિલ્મ બનાવી રહ્યા છીએ જેનું શૂટિંગ અમે ટૂંક સમયમાં જ શરૂ કરીશુ. અમે એક સાથે ઘણી બધી ફિલ્મો કરી છે અને અમે લાંબા સમય બાદ એક જ સ્ક્રીન પર ફરી એક સાથે હોઈશુ.
રવીના ટંડને પણ બ્રેકઅપ અંગે તોડ્યુ હતુ મૌન
રવીના ટંડને જણાવ્યુ હતુ કે ફિલ્મ મોહરા દરમિયાન અમે એક હિટ જોડી હતા અને અત્યારે પણ જ્યારે અમે સામાજિક રીતે એકબીજાને મળીએ છીએ તો અમે સારી રીતે વાતચીત કરીએ છીએ. અમે સૌ ચેટ કરીએ છીએ. દરેક આગળ વધે છે પરંતુ એક સગાઈ જે તૂટી ગઈ છે તે હજુ પણ મારા મગજમાં અટકેલી છે. મને નથી ખબર શા માટે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધે છે. લોકોના તલાક થાય છે, તેઓ આગળ વધે છે, તેમાં કઈ મોટી વાત છે?.
આ ફિલ્મોમાં સાથે નજર આવી હતી જોડી
અક્ષય કુમાર અને રવીના ટંડનની જોડી ખૂબ હિટ હતી. બંનેએ ઘણી સુપરહિટ ફિલ્મો પણ સાથે આપી છે. ટિપ ટિપ બરસા પાની આજે પણ સુપરહિટ છે. અક્ષય કુમાર અને રવીના ટંડનની જોડીએ મોહરા, મે ખિલાડી તૂ અનાડી, ખિલાડીઓ કા ખિલાડી, બારુદ જેવી ઘણી અન્ય ફિલ્મોમાં સાથે કામ કર્યુ. વર્ષો પહેલા બંને રિલેશનશિપમાં હોવાની વાત સામે આવી હતી. બંનેએ આ વાતનો સ્વીકાર પણ કરેલો છે. બ્રેકઅપ બાદ બંનેના રસ્તા અલગ થઈ ગયા અને પછી બંનેએ સાથે ક્યારેય કામ કર્યુ નથી. અક્ષય કુમારે રવિના ટંડન સાથે અલગ થયા બાદ ટ્વીન્કલ સાથે લગ્ન કરી લીધા બીજી તરફ રવીના ટંડને પણ અનિલ થડાની સાથે લગ્ન કરી લીધા. બંને હેપ્પી મેરિડ લાઈફ એન્જોય કરી રહ્યા છે અને બંને પ્રોફેશનલ લાઈફમાં પણ સારુ કામ કરી રહ્યા છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ
વેલકમ 3 ની સ્ટાર કાસ્ટને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ લાંબી છે. ફિલ્મમાં સંજય દત્ત, પરેશ રાવલ, અરશદ વારસી, સુનીલ શેટ્ટી, શ્રેયસ તલપડે, રવીના ટંડન, દિશા પાટની, તુષાર કપૂર, રાજપાલ યાદવ, કૃષ્ણા અભિષેક, કીકૂ શારદા, લારા દત્તા, જોની લીવર, જેકલીન ફર્નાંડિસ જેવા ઘણા અન્ય દમદાર એક્ટર્સ પણ છે.