અક્ષય કુમાર હેરાફેરી 3માં રાજુના રોલમાં જોવા મળે તેવી શક્યતા
- અભિનેતા અને ફિરોઝ નડિયાદવાળાની વારંવારની મુલાકાત પરથી અટકળ
મુંબઇ : અક્ષય કુમાર હેરાફેરી ૩ના કારણ ેહાલ ચર્ચામાં છે. તેણે હેરાફેરી ૩માં કામ કરવાની ના પાડી દીધી હતી. આ પછી વાત ચગી હતી કે, અક્ષયે વધુ પડતી ફી માંગી હોવાથી ફિરોઝ નડિયાદવાળાએ તેને પડતો મુક્યો હતો. તો વળી બીજી વાત એવી પણ હતી કે અક્ષયને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી નહોતી. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, અક્ષય હેરાફેરી ૩માં કામ કરવા રાજી થયો છે.
અભિનેતા અને ફિરોઝ નડિયાદવાળાની વારંવારની મુલાકાત પરથી લોકો અટકળ કરી રહ્યા છે કે, અક્ષય ફરી હેરાફેરી ૩નો હિસ્સો રાજુના રોલમાં જ બનશે.
સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, હેરાફેરી ૩માં અક્ષય કુમાર રાજુના રોલમાં પાછો ફરે તેવી શક્યતા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અક્ષય અને ફિરોઝ નડિયાદવાળા ફિલ્મ માટે થયેલા મતભેદોને ભૂલાવીને ફરી કામ કરવા માટે વાતચીતકરી રહ્યા છે.
હેરાફેરી ૩ની સઘળી બાબતો હજી પેપર્સ પર છે. કાર્તિક ર્ આર્યનને લેવામાં આવ્યો છે, તેમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. છેલ્લા દસ દિવસમા ંઅક્ષય અને ફિરોઝ ફિલ્મની ગૂંચવણો વિશે સ્પષ્ટતા કરવા અને અક્ષયને પાછો રાજુના રોલમાં લાવવા માટે બે-ત્રણ વખત મળ્યા છે, તેમ પણપોર્ટલે દાવો કર્યો હતો.
સૂત્રે એમ પણ દાવો કર્યો હતો કે, અક્ષય આ ફિલ્મમાં પાછો આવવા માટે ફિરોઝ સાથે સંમંત થયો છે. અક્ષયને પહેલા જણાવ્યુ ંહતુ ંકે, તેને હેરાફેરી ૩ની સ્ક્રિપ્ટ પસંદ પડી નહોતી. જોકે હવે એમ કહેવાય છે કે, ફિલ્મસર્જક સ્ક્રિપ્ટ પર કામ કરવા તૈયાર થયો છે. અક્ષયે આ ફિલ્મ મહેનતાણાને લઇને નહીં પરંતુ સ્ક્રિપ્ટના કારણે જ ઠુકરાવી હતી. તે આવી હિટ ફિલ્મની ફ્રેન્ચાઇને લઇને કોઇ કસર છોડવા માંગતો નહોતો. પરંતુ હવે ફિરોઝ નડિયાદવાળાએ અક્ષય સાથે બેસીને ચોક્કસ નિર્ણય લીધા છે. જોબધુ સમુસૂથરુ ંપાર પડશે તો અક્ષય ફરી હેરાફેરી ૩માં રાજુ તરીકે જોવા મળશે.
અક્ષય જો હેરાફેરી ૩માં પાછ ોફરશે તો રકાર્તિક આર્યન ફિલ્મમાં રહેશે કે નીકળી જશે એ વાત હવે ચર્ચામાં છે. જોકે કાર્તિક હેરાફેરી ૩માં રાજુના રોલ કરવાનો છે તે સ્પષ્ટ નહોતું.