હાઉસફૂલ ફાઈવના શૂટિંગ વખતે અક્ષય કુમારને ઈજા
- સેટ પર કેટલીક ચીજો તેના માથે પડી
મુંબઇ : અક્ષયકુમારને 'હાઉસફૂલ ફાઈવ'નાં શૂટિંગ વખતે ઈજા પહોંચી છે.તેને થોડો સમય આરામ કરીને ફરી શૂટિંગ શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે.
અક્ષય એકશન દ્રશ્યનું શૂટિંગ કરી રહ્યો હતો તેવામાં સેટ પરથી અચાનક કેટલીક ચીજો તેના માથે પડવાથી તે ઘાયલ થયો હતો.ઘટના પછી અભિનેતાએ કામ કરવાનું બંધ કરીદીધું હતું અને સેટ પરના લોકોએ તેને થોડો વખત આરામ કર્યા પછી જ કામ શરૂ કરવાની સલાહ આપી હતી.
'હાઉસફૂલ ફાઈવ'ની સફળતા પર અક્ષય કુમારને ઘણી આશા છે કારણ કે લાંબા સમયથી તેની કોઈ ફિલ્મો ચાલી નથી. અગાઉ તેની કોમેડી ફિલ્મો હિટ થઈ ચૂકી છે.
આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત જેક્લિન, નરગીસ ફખરી, સોનમ બાજવા, જેકી શ્રોફ સહિતના કલાકારો છે.