Get The App

આ વર્ષે ઓટીટી પ્લેટફોર્મ પર અક્ષય કુમાર, હૃતિક રોશન તેમજ અન્ય સ્ટાર્સ ડેબ્યુ કરશે

- 2021માં ડિજિટલ પ્લેટફોર્મનો જાદુ છવાયેલો રહેશે

Updated: Jan 5th, 2021


Google NewsGoogle News
આ વર્ષે ઓટીટી પ્લેટફોર્મ પર અક્ષય કુમાર, હૃતિક રોશન તેમજ અન્ય સ્ટાર્સ ડેબ્યુ કરશે 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.04 જાન્યુઆરી 2021, સોમવાર

૨૦૨૦ની સાલમાં ઓટીટી પ્લેટફોર્મ તેજીથી આગળ વધી ગયું. તેની લોકપ્રિયતા જોઇને બોલીવૂડના  ઘણા ટોચના સિતારાઓ વેબ સીરીઝમાં કામ કરવા માટે આકર્ષિત થયા. આ વરસે પણ આ જ સિલસિલો ચાલુ રહેશે અને ઓટીટી પર ડેબ્યુ કરનારની યાદીમાં હૃતિક રોશન, અક્ષય કુમાર, શાહિદ કપૂર અને કપિલ શર્મા  તેમજ સોનાક્ષી સિંહા જેવા નામનો સમાવેશ થયો છે. 

હૃતિક બ્રિટિશ સીરીઝ ધ નાટિ મેનેજરની હિંદી રિમેકમાં કા મકરતો જોવા મળવાનો છે. જેનું શૂટિંગ માર્ચ મહિનાથી શરૂ થવાનું છે. મીડિયા રિપોર્ટસના અનુસાર હૃતિકે આ માટે રૂપિયા ૭૦-૮૦ કરોડ ચાર્જ કર્યા છે. 

શાહિદ કપૂરે નેટફિલ્કસ સાથે રૂપિયા ૧૦૦ કરોડની ડીલ કરી છે. દિગ્દર્શક રાજ અન ેડીકે વેબ સીરીઝ બનાવાના છે જેમાં શાહિદ કામ કરવાનો છે. 

અક્ષય કુમાર ધ એન્ડથી ડિજિટલ ડેબ્યુ કરવાનો છે. જેનું શૂટિંગ તે જલદી જ શરૂ કરશે. સૂત્રોની માનીએ તો અક્ષય ડિજિટલ ડેબ્યુ માટે ૯૦ રૂપિયા કરોડ મહેનતાણું લઇ રહ્યો છે. 

કપિલ શર્મા દાદી કી શાદી કોમેડી સીરીઝથી ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. આ માટે તેને રૂપિયા ૨૦ કરોડ ચાર્જ કર્યા હોવાના સમાચાર છે. 

આ કલાકારો ઉપરાંત અભિષેક બચ્ચન, બોબી દેઓલ, સૈફ અલી ખાન, સુષ્મિતા સેન, મનોજ બાજપાયી, કરિશ્મા કપૂર તેમજ અન્ય કલાકારો ઓટીટી પર ડેબ્યુ કરી ચુક્યા છે.


Google NewsGoogle News