હેરાફેરી થ્રીનું શૂટિંગ આ વર્ષે શરૂ થવાનો અક્ષય કુમારનો સંકેત
અક્ષય હાલ સ્કાય ફોર્સના પ્રમોશનમાં વ્યસ્ત
અભિનેતાને એક હિટ ફિલ્મની તાતી જરૂર હોવાથી આ ફિલ્મ પર તેનો મદાર
મુંબઇ: 'હેરાફેરી થ્રી'નું શૂટિંગ આ વર્ષે શરુ થશે તેવો સંકેત અક્ષય કુમારે આપ્યો છે. તેણે કહ્યું હતું કે બધું સમુસુતરું પાર ઉતરશે તો આ વર્ષમાં શૂટિંગ ચાલુ થઈ જશે તેવી તેને આશા છે.
અક્ષય કુમારની બોક્સ ઓફિસ પર ફિલ્મો સતત નિષ્ફળ જઇ રહી છે. તેમ છતાં તે એક પછી એક ફિલ્મો સાઇન કરતો જાય છે. હાલમાં તે પોતાની આવનારી ફિલ્મ 'સ્કાય ફોસ'ર્નું પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન તેણે 'હેરાફેરી થ્રી' માટે પણ અપડેટ આપ્યું હતું.
તેણે વધુમાં એમ પણ કહ્યું હતુ ંકે, અમે જ્યારે 'હેરાફેરી' ફિલ્મ શરૂ કરીહતી ત્યારે તે બ્લોકબસ્ટર બનશે તેનો લગીરે ખ્યાલ નહોતો.
ઉલ્લેખનીય છે કે, હેરાફેરી સીરીઝની શરૂઆત ૨૦૦૦માં પ્રિયદર્શનના દિગ્દર્શનથી થઇ હતી. આ ફિલ્મનાં મહત્તમ મીમ્સ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ છે.