અક્ષય કુમારે હેરાફેરી-૩ માટે શૂટિંગ શરૂ પણ કરી દીધું
- કાસ્ટ અંગેની ચર્ચાઓ પર પૂર્ણવિરામ
- અક્ષય કુમારની જ રાજુ તરીકે એન્ટ્રી, જોકે અનિસ બાઝમી દિગ્દર્શક તરીકે એક્ઝિટ
મુંબઇ : હેરાફેરી-૩ની કાસ્ટ અંગે અનેક ચર્ચાઓ ચાલ્યા બાદ છેલ્લે નક્કી થયું હતું કે અક્ષય કુમાર જ તેમાં ભૂમિકા ભજવશે. હવે આ ફિલ્મનું શૂટિંગ પણ શરુ થઈ ગયું છે.
અગાઉ, અક્ષયે પોતાને સ્ક્રિપ્ટ પસંદ નહીં હોવાનું જણાવી ફિલ્મ કરવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ, બાદમાં થયેલાં સમાધાન મુજબ હવે અક્ષય કુમાર , પરેશ રાવળ તથા સુનિલ શેટ્ટીની ઓરિજિનલ ત્રિપુટી જ ત્રીજા ભાગમાં પણ જોવા મળશે. અગાઉ, અક્ષયની ભૂમિકા કાર્તિક આર્યનને સોંપાઈ શકે છે તેવી પણ ચર્ચા હતી. જોકે, ફિલ્મના દિગ્દર્શક બદલાઈ ચૂક્યા છે. હવે અનીસ બાઝમીને બદલે ફરદાદ શામજી તેનું દિગ્દર્શન સંભાળશે.