અક્ષય કુમાર થયો ઈજાગ્રસ્ત: હાઉસફુલ-5ના સેટ પર સ્ટંટ દરમિયાન થઈ દુર્ઘટના
Actor Akshay Kumar Injured: લોકપ્રિય બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર ઈજાગ્રસ્ત થયો છે. હાઉસફૂલ 5નું શુટિંગ કરતી વખતે સ્ટંટ દરમિયાન ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. અક્ષય કુમારની આંખમાં વાગતાં સારવાર અપાઈ રહી છે.શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર મોટાભાગે પોતાના સ્ટંટ જાતે જ કરવા પ્રચલિત છે. હાઉસફૂલ 5માં એક સીન શૂટ કરતી વખતે અક્ષય સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી અને આંખમાં ઘા વાગ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટંટ કરતી વખતે અક્ષયની આંખમાં કોઈ વસ્તુ આવીને અથડાઈ હતી. સેટ પર તુરંત આઈ સ્પેશિયાલિસ્ટને બોલાવવામાં આવ્યો હતો. જેણે આંખ પર પટ્ટી બાંધી અક્ષયને થોડો સમય આરામ કરવા કહ્યું છે. આ સિવાય અન્ય એક્ટર્સે શૂટિંગ ફરીથી શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે, એનર્જીટિક અક્ષય કુમાર આંખમાં વાગ્યું હોવા છતાં થોડી જ વારમાં ફરીથી શૂટિંગ કરવા તૈયાર થયો હતો.
હાઉસફૂલ-5 નું શૂટિંગ અંતિમ તબક્કામાં છે. અક્ષય કુમાર ફિલ્મના શૂટિંગમાં ટાઈમ પક્ચ્યુઅલાટી અને ડેડિકેશન માટે જાણીતા છે. તેઓ મોટાભાગે શૂટિંગ સેટ પર સમયસર પહોંચે છે અને શિડ્યુલ અનુસાર સીન્સ આપે છે. અક્ષય સાથે આ દુર્ઘટના બનતાં સેટ પર ઉપસ્થિત તમામ લોકોને શૂટિંગ આજના દિવસ પૂરતુ બંધ રહેવાનો અંદાજ હતો. પરંતુ અક્ષય ઝડપથી સારવાર લઈ ફરી પાછો સીન ભજવવા તૈયાર થયો હતો.
શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો હતો
સેટ પર કલાકારો સાથે ઘણીવાર અનિચ્છિનીય ઘટના બને છે. આ પહેલા દીપિકા પાદુકોણ પણ સેટ પર બીમાર પડી હતી. તાજેતરમાં જ એક્ટર શ્રેયસ તલપડેને પણ શૂટિંગ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. શ્રેયસ વેલકમ ટુ ધ જંગલનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તે અચાનક ઢળી પડ્યો હતો. શ્રેયસ ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતો. જોકે હવે તે સ્વસ્થ છે. અભિનેતાએ તેને પોતાનો બીજો જન્મ ગણાવ્યો હતો.
હાઉસફુલ 5માં અક્ષય કુમાર સાથે, તેમાં રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, શ્રેયસ તલપડે, ચંકી પાંડે, જેકલીન ફર્નાન્ડીઝ, નરગીસ ફખરી, ફરદીન ખાન સહિતના ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. તરુણ મનસુખાની આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે, તે 6 જૂન, 2025ના રોજ રિલીઝ થશે.