Sarfira Movie Review: અક્ષય કુમારના ચાહકો થશે નિરાશ, ફિલ્મ જોવી જોઈએ કે નહીં, વાંચો રિવ્યૂ

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
Sarfira Movie Review: અક્ષય કુમારના ચાહકો થશે નિરાશ, ફિલ્મ જોવી જોઈએ કે નહીં, વાંચો રિવ્યૂ 1 - image


Sarfira Movie Review : સાઉથમાં એક ફિલ્મ બને છે. તે ફિલ્મ એટલી શિદ્તથી બનાવવામાં આવે છે કે ફિલ્ની સ્ટોરીથી લઈને અભિનય લોકોના દિલને સ્પર્શી જાય છે. આ ફિલ્મને ખૂબ સફળતા મળે છે એટલી સફળતા કે, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીતી છે. મતલબ કે આ ફિલ્મ જે પણ ડિઝર્વ કરતી હતી તે બધુ જ તેને મળે છે. પરંતુ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી. જે બાદ  નિર્માતાઓએ વિચાર્યું કે, ચાલો આ ફિલ્મ હિન્દીમાં બનાવીએ અને થિયેટરોમાં રિલીઝ કરીને બમ્પર કમાણી કરીએ. આ જ ફિલ્મ માટે સમસ્યા બની જાય છે. 

અહીં અમે વાત કરી રહ્યા છીએ સાઉથ સુપરસ્ટાર સુરૈયાની 2020ની હિટ ફિલ્મ સૂરરાઈ પોટ્રુ વિશે, જેનું હિન્દી ડબ વર્ઝન ઉડાન નામે ઉપલબ્ધ છે. ફિલ્મની વાર્તા પ્રેરણાત્મક છે. પરંતુ શું બોલિવૂડ સાઉથની આ સફળ ફિલ્મની રિમેક સાથે ન્યાય કરી શકે છે, તો જવાબ ખૂબ જ સરળ છે, ના.

અક્ષય કુમારની સરફિરા સાઉથની સૂરરાય પોટરુની હિન્દી રિમેક છે. જેનું દિગ્દર્શન સુધા કોંગારાએ કર્યું છે જેમણે મૂળ ફિલ્મનું પણ નિર્દેશન કર્યું હતું. તેનો અર્થ વિક્રમ વેધા જેવો સંયોગ છે, જેનું દિગ્દર્શન ગાયત્રી પુષ્કર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે તમિલમાં આ બ્લોકબસ્ટર ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. પરંતુ હિન્દીમાં આવતાની સાથે જ તેની ચમક ગુમાવી દીધી. 

સરફિરા સાથે પણ કંઈક આવું જ થાય છે. વાર્તા એક એવા માણસની છે જે ઓછી કિંમતની એરલાઇન બનાવવા માંગે છે. પરંતુ વસ્તુઓ એટલી સરળ નથી અને તે એક લાંબો સંઘર્ષ છે.

ફિલ્મની વાર્તા એક એવા વ્યક્તિની છે જે પોતાની એરલાઈન્સ ખોલવા માંગે છે જેના દ્વારા તે સામાન્ય લોકોને અડધી કિંમતે એર ટિકિટ આપી શકે અને આ રોલ અક્ષય કુમાર નિભાવી રહ્યો છે. ફિલ્મમાં અક્ષયનું નામ વીર છે, વીર તેની પોતાની એરલાઈન ખોલવા માંગે છે, પરંતુ તે તેનો પ્રસ્તાવ લઈને જેની પાસે આવે છે તેની પાસેથી તેને નીરાશા જ હાથ લાગે છે. તેની મદદ માટે કોઈ આગળ નથી આવતું. વીર હાર સ્વીકારતો નથી અને તેની પત્ની રાની (રાધિકા મદન) ઘણી મદદ કરે છે, દરેક મુશ્કેલીમાં તેની સાથી બની રહે છે. અક્ષય કુમારની બાયોપિકનો અત્યાર સુધીનો રેકોર્ડ બહુ સફળ રહ્યો નથી. સમ્રાટ પૃથ્વીરાજ હોય કે મિશન રાણીગંજ. સરફિરાનું પણ તેમાં બીજું નામ ઉમેરાયું હોય તેમ લાગે છે.

અભિનયની વાત કરીએ તો, અક્ષય કુમાર અને રાધિકા મદન સિવાય પરેશ રાવલ અને સીમા બિસ્વાસ સહિતના તમામ સ્ટાર્સે પોતપોતાના પાત્રોને ન્યાય આપ્યો છે.  અક્ષય કુમાર સરફિરામાં પાત્ર સાથે ન્યાય કરી રહ્યો હોય તેવું લાગતું નથી. અક્ષય કુમાર વર્ષમાં ચાર-પાંચ ફિલ્મો કરે છે, તેથી તેના માટે તેના પાત્રોને સમય આપવો મુશ્કેલ લાગે છે. આ તેમની સાથે સૌથી મોટી સમસ્યા છે. 

ફિલ્મની સ્ટોરી પ્રેરણાદાયી છે પરંતુ ફિલ્મ કનેક્શન બનાવવામાં નિષ્ફળ જાય છે. સરફિરામાં બધું ખૂબ જ બનાવટી લાગે છે. ફિલ્મ જોઇને એક જ સવાલ થાય કે, સુધાને પોતે બનાવેલી માસ્ટરપીસ સાથે છેડછાડ કરવાની શું જરૂર હતી? જ્યારે માસ્ટરપીસ છે ત્યારે તેની કોપી શા માટે જોવી? તો જવાબ છે કે જો તમે અક્ષયના ફેન છો તો આ ફિલ્મ એક વાર જોઈ શકો છો. બાકીનું બધું પસંદગી પર આધાર રાખે છે.

આ પણ વાંચો:  જાણીતા અભિનેતા અક્ષય કુમારને થયો કોરોના, ફિલ્મ પ્રમોશન દરમિયાન જ તબીયત લથડી



Google NewsGoogle News