તારી ઓકાત નથી...: ફ્લોપ ફિલ્મો બાદ પ્રોડ્યુસરની વાત સાંભળી રડી પડ્યો હતો અક્ષય કુમાર
Akshay Kumar: બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે પોતાના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, જે દરમિયાન ઈન્ડસ્ટ્રીએ ઘણી વખત અક્ષય પરથી વિશ્વાસ ગુમાવ્યો હતો. તેની ઘણી ફિલ્મો ફ્લોપ રહેતા અક્ષયની ઘણી ફિલ્મોનું શૂટિંગ અધવચ્ચે જ રોકી દેવામાં આવ્યું હતું. ફિલ્મ મેકર સુનીલ દર્શને જણાવ્યું કે એક વખત અક્ષય કુમાર રડી પણ પડ્યો હતો.
ફિલ્મો ફ્લોપ રહેતા અક્ષયની ફિલ્મોનું શૂટિંગ અધવચ્ચે જ રોકી દેવાતું
આજે પણ લોકો અક્ષય કુમારની આઇકોનિક ફિલ્મ હેરા ફેરી જોવાનું પસંદ કરે છે. તેના સીન અને ડાયલોગ સોશિયલ મીડિયા પર વાયરલ છે. પરંતુ ફિલ્મ મેકરના જણાવ્યા અનુસાર આ ફિલ્મનું શૂટિંગ પણ અધવચ્ચે જ રોકી દેવામાં આવ્યું હતું. સુનીલ દર્શને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, 'કેવી રીતે મેં તે સમયગાળા દરમિયાન અક્ષય સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું.'
મને લાગ્યું કે અક્ષયમાં કંઈક તો ખાસ છે: સુનીલ દર્શન
સુનિલે અક્ષય કુમારની વિષે વાત કરતા કહ્યું- 'એક સમસ્યા હતી કે તે સમયે અક્ષયની ઘણી ફિલ્મો ફ્લોપ ગઈ હતી અને તેની ઘણી જાણીતી ફિલ્મોનું શુટિંગ અધવચ્ચે જ અટકાવી દીધું હતું. હેરાફેરીની જેમ અન્ય ફિલ્મ 90% શૂટ થઈ ગઈ હતી અને પછી તેને રોકી દેવામાં આવી હતી. એવી જ હાલત ધડકન ફિલ્મની હતી. તેની ચાર રીલ બની અને તે પણ બંધ થઈ ગઈ. પરંતુ મને લાગ્યું કે અક્ષયમાં કંઈક તો ખાસ છે. મેં અક્ષયને સાઈન કરીને કહ્યું કે કામ મારા હિસાબે જ થશે. મેં કરિશ્માને કહ્યું કે બે સમસ્યાઓ છે. પ્રથમ, તમે બીજા પાસેથી જેટલા પૈસા લો છો તેટલા હું તમને આપી શકીશ નહીં. અને બીજી વાત એ છે કે અક્ષય હીરો છે. તેણે કહ્યું કે કોઈ સમસ્યા નથી, તમારી કંપની અમારી કંપની છે. તેની માતા બબીતાએ પણ કહ્યું હતું કે અમને તમારી સાથે કામ કરવાનું ગમશે.'
રડી પડ્યો હતો અક્ષય કુમાર
સુનીલના કહેવા પ્રમાણે, તે સમયે અક્ષયની હાલત એટલી ખરાબ હતી કે કોઈપણ ડિસ્ટ્રીબ્યુટર તેની ફિલ્મને હાથમાં લેવા માંગતા ન હતા. તેમજ ઈન્ડસ્ટ્રીમાંથી પણ કોઈ અક્ષયને સપોર્ટ કરતુ ન હતું. તેમ છતાં સુનીલને અક્ષય પર ઘણો વિશ્વાસ હતો. એટલો વિશ્વાસ હતો કે તે પોતાની પાસે રહેલા છેલ્લા પૈસા પણ તેના માટે રોકવા તૈયાર હતા. એવા અક્ષયની વધુ એક ફિલ્મ ફ્લોપ રહી ત્યારે પ્રોડ્યુસરે અક્ષય સાથે ખૂબ જ ખરાબ રીતે વાત કરી હતી.
તારી ઓકાત નથી કે તારી ફિલ્મનું બેનર લાગે: પ્રોડ્યુસર
આ અંગે સુનીલે કહ્યું કે, 'અક્ષય મારી પાસે આવ્યો અને તેની આંખોમાં આંસુ હતા. તેણે મને કહ્યું કે મેં બીજા પ્રોડ્યુસરને પૂછ્યું હતું કે તેમણે મારી ફિલ્મનું બેનર કેમ નથી લગાવ્યું?' તો પ્રોડ્યુસરે કહ્યું કે, 'તારી ઓકાત નથી કે તારી ફિલ્મનું બેનર લાગે.' હું અક્ષયનો ગભરાયેલો ચહેરો જોઈને ડરી ગયો. મેં જેના પર માત્ર અક્ષયનો ચહેરો હોય એવું સૌથી મોટું બેનર જુહુમાં લગાવવાનું કહ્યું. જે માણસ દરેક માટે બોજ હતો, હું જાણતો હતો કે તે મારા માટે મારી સંપત્તિ સાબિત થશે.'
આ પણ વાંચો: કરણ જોહરે ધર્મા પ્રોડક્શનમાં 50 ટકા હિસ્સો અદાર પૂનાવાલાને વેચી દીધો
બિહારમાં બ્લોકબસ્ટર રહી હતી જાનવર ફિલ્મ
સુનીલે કહ્યું કે જાનવર ફિલ્મએ સિલેક્ટેડ સેન્ટરમાં સારું પ્રદર્શન કર્યું હતું. આ અંગે એક કિસ્સો યાદ કરતા સુનીલે કહ્યું કે, 'એકવાર પાર્ટીમાં યશ જોહરે મને કહ્યું હતું કે બિહારમાં લાલુ પ્રસાદ યાદવને જો કોઈ હરાવી શકે તો તે હું છું. કારણ કે જાનવર બિહાર રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી બ્લોકબસ્ટર હતી અને 25 કેન્દ્રોમાં, ફિલ્મ 100 દિવસ સુધી હિટ રહી.' શિલ્પા શેટ્ટી પણ અક્ષય કુમાર-કરિશ્મા કપૂર સાથે 1999માં રિલીઝ થયેલી ફિલ્મ જાનવરમાં હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અંદાજે 124 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.