Get The App

અક્ષય કુમાર અને ટ્વિન્કલે 80 કરોડમાં ફલેટ વેચ્યો

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
અક્ષય કુમાર અને ટ્વિન્કલે 80 કરોડમાં ફલેટ વેચ્યો 1 - image


- અક્ષય કુમારનો વધુ એક પ્રોપર્ટી સોદો 

મુંબઇ : બોલીવૂડમાં હાલ પ્રોપર્ટી ખરીદી-વેચાણનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના પણ સામેલ થઇ ગયા છે. હાલમાં જ યુગલે  મુંબઈનાં વરલીમાં એક બિલ્ડિંગના ૩૯મા માળ પરનો પોતાનો એક અપાર્ટમેન્ટ ૮૦ કરોડ રૂપિયામાં વેચ્યો છે. આ ફલેટ ૬,૮૩૦ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે. આ સોદો ગત તા. ૩૧ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો છે. આ એપાર્ટમેન્ટ સાથે ચાર કાર પાર્કિંગ પણ  ફાળવાયાં છે. અક્ષય કુમારનો તાજેતરના દિવસોમાં આ બીજો મોટો પ્રોપર્ટી સોદો છે. થોડા સમય પહેલાં જ તેણે બોરીવલીમાં એક ફલેટ ૪.૨૫ કરોડમાં વેચ્યો હતો. 

આ ફલેટ  તેણે ૨૦૧૭માં ૨.૩૮ કરોડમાં ખરીદ્યો હતો. 

હાલ અક્ષય અને ટ્વિન્કલ જુહુમાં સી ફેસિંગ એપાર્ટમેન્ટમાં રહે છે. ઉલ્લેખનીય છે કે તેમની પાસે  ફક્ત ભારતમાં જ નહી ંપરંતુ વિદેશમાં પણ ઘણી પ્રોપર્ટી હોવાનું મનાય છે.


Google NewsGoogle News