VIDEO : અક્ષય-ટાઈગરને જોવા પહોંચેલા ટોળાએ કર્યો પથ્થરમારો, પોલીસે કર્યો લાઠીચાર્જ

પ્રમોશન સ્થળની બહાર પથ્થરમારો થયો હોવાના પણ અહેવાલ

પ્રમોશન ઈવેન્ટમાં ભીડ બેકાબુ થતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
VIDEO : અક્ષય-ટાઈગરને જોવા પહોંચેલા ટોળાએ કર્યો પથ્થરમારો, પોલીસે કર્યો લાઠીચાર્જ 1 - image


Film Bade Miyan Chote Miyan : ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના પ્રમોશન માટે લખનઉ (Lucknow)માં ગયેલા બોલીવુડ અભિનેતા અક્ષર કુમાર (Akshay Kumar) અને ટાઈગર શ્રોફ (Tiger Shroff)ના કાર્યક્રમમાં ભારે ભીડ ઉમટતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે. બંને અભિનેતાઓને જોવા મોટી સંખ્યામાં ચાહકો આવ્યા હતા, જેને લઈને ભીડ બેકાબુ થતા મામલો બિચક્યો અને અને પોલીસે કાર્યવાહી કરવાની નોબત આવી હતી.

બંનેની ધમાકેદાર એન્ટ્રી જોઈ ચાહકો બેકાબુ બન્યા

બંને અભિનેતાઓની લખનઉના ઘંટાઘરમાં એક્શન સાથે ધમાકેદાર એન્ટ્રી જોઈ ચાહકો એક્સાઈમેન્ટ થઈ ચીસો પાડવા લાગ્યા હતા. અક્ષય અને ટાઈગર એક દોરડાના સહારે સ્ટેજ પર ઉતરતા જ ચાહકો બેકાબુ બન્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીચે ઉભેલા ચાલકો તેમને જોઈ ચીસો પાડતા જોવા મળી રહ્યા છે.

પોલીસનો લાઠીચાર્જ

મળતા અહેવાલો મુજબ કાર્યક્રમ દરમિયાન ભારે ભીડ વચ્ચે ધક્કા મુક્કી પણ થઈ હતી. આ ઉપરાંત નિર્ધારીત કરાયેલ બાઉન્ડ્રી બહાર પથ્થરમારાની પણ ઘટના બની હતી, જોકે અંદર ચાલી રહેલા પ્રમોશન કાર્યક્રમમાં કોઈપણ અટકચાળો થયો ન હતો. એકતરફ બંને અભિનેતાઓને જેવા મોટી સંખ્યામાં ભીડ આવી હતી, તો બીજીતરફ ભીડ ધક્કામુક્કી વચ્ચે એકબીજા પર ચપ્પલો ફેંકી રહ્યા હતા. વીડિયોમાં આમતેમ પડેલા ચપ્પલો પણ જોવા મળી રહ્યા છે. સુરક્ષાને ધ્યાને રાખી ભીડ વધુ બેકાબુ ન બને તે માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી, ત્યારબાદ મામલો થાડે પડ્યો હતો.

23મીએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરાયું હતું

આ અગાઉ બોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Bade Miyan Chote Miyan'નું નવું પોસ્ટર 23મી જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યુ છે. આ પોસ્ટરમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ એક-બીજા સાથે નજર આવી રહ્યા છે. બંને એક્ટર એક સિક્કાના બે પહેલુની જેમ નજર આવી રહ્યા છે અને ગોળી ચલાવી રહ્યા છે. આ પોસ્ટરમાં અક્ષય અને ટાઈગર બંદૂકોથી સજ્જ એક-બીજા સાથે ઊભા છે અને એવું લાગે છે કે, તેઓ પોતાના દુશ્મનો સાથે ગોળીબારમાં ફસાયેલા છે. બંને એક્ટર ગુસ્સામાં નજર આવી રહ્યા છે. તેમના ચહેરા પર ઈજા અને ઘા ના નિશાન નજર આવી રહ્યા છે.

ફિલ્મનું શૂટિંગ ભારત ઉપરાંત સ્કોટલેન્ડ, લંડન, યુએઈમાં થયું

ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે અને આ ફિલ્મ એપ્રિલ મહિનામાં ઈદ પર રિલીઝ થશે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'Bade Miyan Chote Miyan'નું શૂટિંગ ભારત ઉપરાંત સ્કોટલેન્ડ, લંડન અને UAEમાં થયુ છે. આ ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર છે જેમણે આ પહેલા 'ટાઈગર જિંદા હૈ' અને 'સુલ્તાન' જેવી સફળ ફિલ્મો ડાયરેક્ટ કરી ચૂક્યા છે. 

અક્ષર અગાઉ OMG-2માં જોવા મળ્યો હતો

અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ 'OMG 2' માં નજર આવ્યો હતો જેમાં તેણે ભગવાન શિવના દૂતનો રોલ કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી. બીજી તરફ ટાઈગર શ્રોફની ફિલ્મ 'ગણપત' ગત વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન નજર આવી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હતા. જો કે, વિકલ બહલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ સાબિત થઈ હતી.


Google NewsGoogle News