ફિલ્મ 'Bade Miyan Chote Miyan'નું નવું પોસ્ટર રિલીઝ, ધમાકેદાર અંદાજમાં નજર આવ્યા અક્ષય અને ટાઈગર

- આ ફિલ્મનું ટિઝર બુધવારે સવારે રિલીઝ થશે

- ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
ફિલ્મ 'Bade Miyan Chote Miyan'નું નવું પોસ્ટર રિલીઝ, ધમાકેદાર અંદાજમાં નજર આવ્યા અક્ષય અને ટાઈગર 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 23 જાન્યુઆરી 2024, મંગળવાર

બોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Bade Miyan Chote Miyan'નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ છે. આ પોસ્ટરમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ એક-બીજા સાથે નજર આવી રહ્યા છે. બંને એક્ટર એક સિક્કાના બે પહેલુની જેમ નજર આવી રહ્યા છે અને ગોળી ચલાવી રહ્યા છે. આ પોસ્ટરમાં અક્ષય અને ટાઈગર બંદૂકોથી સજ્જ એક-બીજા સાથે ઊભા છે અને એવું લાગે છે કે, તેઓ પોતાના દુશ્મનો સાથે ગોળીબારમાં ફસાયેલા છે. બંને એક્ટર ગુસ્સામાં નજર આવી રહ્યા છે. તેમના ચહેરા પર ઈજા અને ઘા ના નિશાન નજર આવી રહ્યા છે.


બેકગ્રાઉન્ડમાં મિસાઈલો અને હોલિકોપ્ટર જોઈ શકાય છે. અક્ષયે પોસ્ટરને કેપ્શન આપ્યું કે, 'જબ દુનિયા કો બચાને કી બાત આતી હૈ તો તેરે પીછે તેરા યાર ખડા હૈ.' ટાઈગરે પણ આ જ પોસ્ટર અને કેપ્શન શેર કર્યું. આ ફિલ્મનું ટિઝર બુધવારે સવારે 10:00 વાગ્યે રિલીઝ થશે. 

ફિલ્મ એપ્રિલ મહિનામાં ઈદ પર રિલીઝ થશે

ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે અને આ ફિલ્મ એપ્રિલ મહિનામાં ઈદ પર રિલીઝ થશે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'Bade Miyan Chote Miyan'નું શૂટિંગ ભારત ઉપરાંત સ્કોટલેન્ડ, લંડન અને UAEમાં થયુ છે. આ ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર છે જેમણે આ પહેલા 'ટાઈગર જિંદા હૈ' અને 'સુલ્તાન' જેવી સફળ ફિલ્મો ડાયરેક્ટ કરી ચૂક્યા છે. 

અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ 'OMG 2' માં નજર આવ્યો હતો જેમાં તેણે ભગવાન શિવના દૂતનો રોલ કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી. બીજી તરફ ટાઈગર શ્રોફની ફિલ્મ 'ગણપત' ગત વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન નજર આવી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હતા. જો કે, વિકલ બહલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ સાબિત થઈ હતી.


Google NewsGoogle News