અક્ષય કુમાર અને તબુ 24 વરસ પછી સાથે કામ કરશે
- પ્રિયદર્શનની ભૂતબંગલામાં તબુની એન્ટ્રી
- તબુ અને વામિકા ગબ્બી ફરી સ્ક્રીન શેર કરશે, પરેશ રાવલ, રાજપાલની પણ ભૂમિકા
મુંબઇ : તબુ અને અક્ષય કુમાર ૨૪ વર્ષ પછી 'ભૂત બંગલા' ફિલ્મમાં સાથે દેખાશે. બંનેએ છેલ્લે ૨૦૦૦ની સાલમાં 'હેરાફેરી' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.
આ હોરર કોમેડીમાં વામિકા ગબ્બીની પણ મુખ્ય ભૂમિકા છે. ઉલ્લેખનીય છે કે તબુ અને વામિકા ગબ્બી બંને થોડા સમય પહેલાં ઓટીટી વેબ સીરિઝ 'ખુફિયા'માં સાથે દેખાયાં હતાં.
ફિલ્મના અન્ય કલાકારોમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ અને અસરાની પણ સામેલ છે.
ફિલ્મ 'ભૂત બંગલા' ૨૦૨૬માં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ચુક્યું છે અને એપ્રિલ ૨૦૨૫માં પુરુ કરવાની યોજના છે. હેવી વીએફએક્સને કારણે પોસ્ટ પ્રોડક્શનમાં વધારે સમય લાગે તેવી સંભાવના છે.